ઈ-વોલેટમાં કાલથી પૈસા હશે તો પણ નહીં થાય આ કામ, KYC અપડેટ કરવાનો આજે છેલ્લો દિવસ
RBIએ ઈ વોલેટ્સ યૂઝર્સને KYC અપડેટ માટે 31 ડિસેમ્બર 2017 સુધીનો સમય આપ્યો હતો. જેને વધારીને 28 ફેબ્રુઆરી સુધીનો કરી દેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRBIના ડે. ગવર્નર બી.પી. કાનૂનગોએ કહ્યું કે, ગાઇડલાઇન્સને ફોલો કરવા માટે પહેલા જ પર્યાપ્ત સમય આપવામાં આવ્યો છે. જો પ્રી પેઇડ ઇંસ્ટ્રૂમેન્ટ્સ દ્વારા KYC અપડેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો પણ કસ્ટમરને તેની જમા રહેલી રકમનું નુકસાન નહીં થાય.’ હાલ RBIની મંજૂરી સાથે દેશમાં 55 નોન બેંક પ્રી પેઇડ ઇંસ્ટ્રૂમેન્ટ્સ દેશમાં કામ કરી રહ્યા છે.
RBIએ વધુમાં કહ્યું કે, યુઝર પોતાના આ પૈસાને બેંક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શકશે. અલબત્ત જો યુઝર કોઈ બીજાના બેંક એકાઉન્ટ અથવા ઈ વોલેટમાં પૈસા ટ્રાન્સ્ફર કરવા માગતા હશે તો તેમને KYC ડિટેલ ભરવી પડશે. RBIના આ નિર્ણયથી PayTM, મોબિક્વિક, ઓલા મની અને એમેઝોન પે જેવા ઈ વોલેટ્સ પ્રભાવિત થશે.
નવી દિલ્હીઃ આરબીઆઈએ ગ્રાહકોને કોઈપણ કેવાઈસી વગર ડિજિટલ વોલેટનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. ડિજિટલ વોલેટ પર કેવાઈસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. આ દરમિયાન RBIએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ‘અમે આ તારીખને આગળ વધારવા માગતા નથી.’ પરંતુ એટલી રાહત જરુર આપી હતી કે વોલેટમાં રહેલું હાલું બેલેન્સ જળવાઈ રહેશે અને યુઝર તેનો ઉપયોગ કરી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -