SBIએ હોમ લોન રેટમાં કર્યો ભારે ઘટાડો, વ્યાજ દર 6 વર્ષમાં સૌથી નીચે
SBI તરફથી હોમ લોનમાં આ ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે બેન્કિંગ સેક્ટરની લોનમાં ખૂબજ સામાન્ય વૃદ્ધિ જોવા મળી રહી છે. કોર્પોરેટ લોનમાં તો નેગેટિવ ગ્રોથ જોવા મળી રહ્યો છે. બેન્ક ક્રેડિટ નાણાંકીય વર્ષ 2017માં ઓક્ટોબરના મધ્ય સુધી 1.6 ટકા જ વધી છે. તેમાં ઝડપતી વૃદ્ધિ પામી રહી છે હોમલોન, જેમાં 18 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઈના હોન લોનના વ્યાજ દર હાલમાં ICICI અને HDFCના હોમ લોન દરથી પણ 0.2 ટકા ઓછા છે. ICICI અને HDFC બેંકની હોમ લોનના દર 9.3 ટકા છે.
SBIની આ ફેસ્ટિવલ સ્કીમ માટે મહિલાઓને 9.1 ટકા દરે હોમ લોન મળશે, જ્યારે અન્ય લોકોને માટે વ્યાજ દર 9.15 ટકા રહેશે. એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશ કુમારે એક અંગ્રેજી સમાચારપત્ર સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોમ લોનમાં કરવામાં આવેલ આ ઘટાડા બાદ 50 લાખ રૂપિયાની લોન પર દર મહિને 542 રૂપિયાનો હપ્તો આપવો પડશે. તેમના અનુસાર માર્ચથી લઈને અત્યાર સુધી હપ્તામાં અંદાજે 1500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હીઃ ઘર ખરીદનારાઓ માટે દેશની સૌથી મોટી બેંક સારા સમાચાર લઈને આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન રેટમાં ભારે ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એસબીઆઈનો લોનનો વ્યાજ દર 9.1 ટકા થઈ ગયો. SBIએ આ ઘટાડો એક ફેસ્ટિવલ સ્કીમ અંતર્ગત કર્યો છે જે માત્ર બે મહિના માટે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -