ઓલાને 2015-16માં દરરોજ છ કરોડ રૂપિયાની ખોટ ગઈ, 1 રૂપિયા કમાવવા 4 રૂપિયા ખર્ચ્યા
ઓલાએ ઓગસ્ટ 2016માં પોતાની ટેક્સીફોરસ્યોર (ટીએફએસ)ની સર્વિસ બંધ કરી દીધી. ઓલાએ આ કંપનીને 20 કરોડ ડોલરમાં ખરીદ્યાના 18 મહિના બાદ બંધ કરી છે. ઓલાએ રિટર્ન ફાઇલ કરીને જણાવ્યું કે, 2014-15ની તુલનામાં કર્મચારીઓ પર ખર્ચ 5 ગણો વધીને 461.60 કરોડ રૂપિયા રહ્યો છે જે પહેલા 85.16 કરોડ રૂપિયા હતો. તેવી જ રીતે ઓલાએ જાહેરાત અને પ્રચાર પર 99.84 કરોડ રૂપિયાના ખર્ચની સામે 2015-16માં 437.89 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, 2014-15માં ઓલાએ એક રૂપિયો કમાવવા માટે અંદાજે 8.5 રૂપિયા ખર્ચ કરતી હતી જે 2015-16માં ઘટીને 4 રૂપિયા થઈ ગયા છે. કંપનીએ હાલમાં જ જે ઇન્સેન્ટિવ્સ ખત્મ કર્યા છે તેનાથી શક્ય છે કે લોસ માર્જિનમાં ઘટાડો આવ્યો છે. અગ્રવાલનું માનવું છે કે, લોસ માર્જિન આવનારા દિવસોમાં ઘટીને 2-3 રૂપિયા આવી શકે છે.
ઓલાનું સંચાલન કરતી એએનઆઈ ટેક્નોલોજી અનુસાર નાણાંકીય વર્ષ 2015-16 દરમિયાન કંપનીની આવક વધીને 758.23 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ જે વિતેલા વર્ષે 103.77 કરોડ રૂપિયા હતી. રિસર્ચ એન્ડ એનાલિટિક્સ ફર્મ ટોફરલના સહ સ્થાપક આંચલ અગ્રવાલે કહ્યું કે, ખોટની વાસ્તવિક રકમમાં વધારો થયો છે. જોકે, લોસ માર્જિનમાં મહત્ત્વપૂર્ણ રીતે ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હીઃ સોફ્ટબેંક સમર્થિત કેબ એગ્રીગેટર ઓલા (Ola)ને નાણાંકીય વર્ષ 2015-16માં 2311 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જાહેરાત, પ્રચાર અને કર્મચારીઓ પર ભારે ખર્ચ કરવાને કારણે કંપનીને દરરોજ અંદાજે 6 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. બેગંલુરુ સ્થિત ફર્મે કોર્પોરેટ મામલાના મંત્રાલયને જણાવ્યું કે, 2014-15 (796.11 કરોડ રૂપિયા)ની સરખામણીએ ખોટ ત્રણ ગણી વધી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -