SBIમાંથી લોન લેવાનું થયું સસ્તું, પ્રોસેસિંગ ફી સંપૂર્ણ રીતે ખતમ થઈ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી કાર લોન લેવાનું હવે સસ્તું થઈ જશે. બેંકે નવી કાર કાર લોન પર લાગતા પ્રોસેસિંગ ચાર્જને ખતમ કર્યો છે, બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 31 ડિસેમ્બર 2017 સુધી નવી કાર ખરીદવા પર બેંકમાંથી લેવામાં આવતી લોન પર કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં નહીં આવે. બેંકે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકે કાર લોન ઉપરાંત પર્સનલ ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફીમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને પર્સનલ લોન પર પણ પ્રોસેસિંગ ફી ઘટાડવામાં આવી છે. પર્સનલ ગોર્ડ લોન પર પ્રોસેસિંગ ફીમાં ઘટાડો 30 સપ્ટેમ્બર 2017 સુધી લાગુ રહેશે જ્યારે પર્સનલ લોન પર આ સુવિધા એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે.
બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર વધુમાં વધુ 7 વર્ષ એટલે કે 84 મહિનાના ગાળા માટે કાર લોન લઈ શકાય છે. એસબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર અશ્યોર્ડ કાન લો પર કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી નહીં લાગે. બેંક વધુમાં વધુ 8.75 ટકાના દરે ઓટો લોન ઉપલબ્ધ કરાવે છે. બેંક તરફથી કારની કુલ કિંમતના વધુમાં વધુ 85 ટકા લોન તરીકે આપવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -