SBI ખાતાધારકોને દિવાળીની ભેટઃ મિનિમમ બેલેન્સની મર્યાદામાં કર્યો ઘટાડો
આ ઉપરાંત બેન્કે મિનિમમ એવરેજ બેલેન્સ નહીં જાળવવા બદલ લાગતા ચાર્જીસમાં પણ 20-50 ટકાનો ઘટાડો કર્યો છે. અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારો માટેનો ચાર્જ હવે રૂપિયા 20થી રૂપિયા 40 તથા શહેરી અને મેટ્રો કેન્દ્રો માટેનો ચાર્જ રૂપિયા 30થી રૂપિયા 50 રહેશે તેમ બેન્કે જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેટ્રોપોલિટન વિસ્તારોમાં મિનિમમ બેલેન્સની રકમ રૂપિયા 5,000 તથા શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારો માટે અનુક્રમે રૂપિયા 3,000 અને રૂપિયા 2,000ની રકમ નક્કી કરાઈ હતી. જ્યારે ગ્રામીણ શાખાઓમાં રૂપિયા 1,000નું મિનિમમ બેલેન્સ ફરજિયાત બનાવાયું હતું. ગયા સપ્તાહે નેશનલ બેન્કિંગ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રજનિશ કુમારે જણાવ્યું હતું કે સ્ટેટ બેન્ક સરેરાશ માસિક બેલેન્સની જરૂરિયાતોની સમીક્ષા કરી રહી છે.
આ ઉપરાંત બેન્કે પેન્શનર્સ, સરકારની સામાજિક કલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ તથા સગીર વયના ખાતેદારોને મિનિમમ બેલેન્સની જરૂરિયાતોનું પાલન કરવામાંથી મુક્તિ આપી છે. એપ્રિલમાં પાંચ વર્ષના ગાળા બાદ બેન્કે મિનિમમ એવરેજ બેલેન્સ તથા બેલેન્સ નહીં જાળવવા બદલ દંડની જોગવાઈ લાગુ કરી હતી.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ માટેની મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ(એમએમબી)ની મર્યાદા અગાઉના રૂપિયા 5,000થી ઘટાડીને રૂપિયા 3,000 કરી છે. આ ઉપરાંત મિનિમમ બેલેન્સની મર્યાદાના ઉલ્લંઘન બદલ લાગતા દંડની રકમમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સુધારા ઓક્ટોબરથી લાગુ પડશે તેમ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દિવાળી પહેલા પોતાના ખાતાધારકોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ બચક ખાતામાં માસિક સરેરાશ બેલેન્સની મર્યાદમાં ઘટાડો કર્યો છે. હવે ખાતાધારકોએ પેનલ્ટીથી બચવા માટે પહેલાની જેમ ખાતામાં વધારે રૂપિયા રાખવા નહીં પડે. એટલું જ નહીં એસબીઆઈએ પેન્શનર્સ ખાતા, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ખોલવામાં આવેલ ખાતા, અને સગીર વયના લોકના ખાતમાં માસિક સરેરાશ બેલેન્સના નિયમમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -