✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SBIએ 2.5 ગણી વધારી ક્વિટ ટ્રાન્સફરની લિમિટ, કોઈને પણ રજિસ્ટર કર્યા વગર મોકલી શકાશે 25,000 રૂપિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Aug 2017 07:59 AM (IST)
1

સામાન્ય રીતે નેટ બેન્કિંગમાં NEFT, RTGS, IMPS જેવા વિકલ્પો દ્વારા રૂપિયા મોકલી શકાય છે. પરંતુ આ તમામ વિકલ્પો માટે પહેલા બેનિફિસરી એડ કરવાના રહે છે જેમાં 2-3 કલાકથી લઈને એક દિવસ સુધીનો સમય લાગી જાય છે. જે ખાતામાં રૂપિયા મોકલવાના હોય તે જ્યાં સુધી બેનિફિશરી તરીકે એડ ન થાય ત્યાં સુધી કોઈપણ ક્વિટ ટ્રાન્સફર સર્વિસ દ્વારા તેમાં રૂપિયા મોકલી નથી શકાતા.

2

નવી દિલ્હીઃ દેશની સૌતી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે ક્વિટ ટ્રન્સફર સર્વિસની મર્યાદામાં 2.5 ગણો વધારો કર્યો છે. બેંક તરફતી આપવામાં આવેલી જાણકારી અનુસાર નેટ બેન્કિંગમાં ક્વિટ ટ્રાન્સફરની મદદથી કોઈને પણ રજિસ્ટર કર્યા વગર એક દિવસમાં 25,000 રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાશે. અત્યાર સુધી આ મર્યાદા 10,000 રૂપિયા પ્રતિ દિવસની હતી.

3

બેંકે ક્વિટ ટ્રાન્સફર સર્વિસ અંતર્ગત પ્રતિ ટ્રાન્ઝેક્શન લિમિટિ પણ બે ગણી વધારીને 10.000 રૂપિયા કરી છે, અત્યાર સુધી આ લિમિટ 5,000 રૂપિયા હતી. ક્વિટ ટ્રાન્સફર સર્વિસ દ્વારા તમે તમારા ખાતાની સાથે કોઈને પણ રજિસ્ટર કર્યા વગર અન્ય ખાતામાં રૂપિયા મોકલી શકો છો. તેના માટ તમારે જે ખાતામાં રૂપિયા મોકલવા છે તેનો ખાતા નંબર અને તેનો IFSC કોડની જરૂર પડશે, અન્ય કોઈપણ જાણકારીની જરૂર નહીં રહે.

4

આ સેવા અંતર્ગત સ્ટેટ બેંક ગ્રાહક કોઈ અન્ય સ્ટેટ બેંકના જ ખાતામાં રૂપિયા મોકલે છે તો કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં લાગે પરંતુ જો ખાતું અન્ય બેંકનું હશે તો 2 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે.

  • હોમ
  • બિઝનેસ
  • SBIએ 2.5 ગણી વધારી ક્વિટ ટ્રાન્સફરની લિમિટ, કોઈને પણ રજિસ્ટર કર્યા વગર મોકલી શકાશે 25,000 રૂપિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.