✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SBI લઈ શકે છે આ મોટો નિર્ણય, કરોડો ખાતાધારકોને થશે ફાયદો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2018 12:03 PM (IST)
1

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં 42 કરોડ સેવિંગ અકાઉન્ટ છે. જેમાંથી 13 કરોડ અકાઉન્ટ બેઝિક સેવિંગ અકાઉન્ટ અને પ્રધાનમંત્રી જનધન યોજનામાં આવે છે, જેમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. એસબીઆઈ પછી પંજાબ નેશનલ બેંક આ મામલે બીજા નંબરે આવે છે, જેણે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં 97.34 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.

2

એસબીઆઈએ 1 એપ્રિલ 2017માં નિશ્ચિત બેલેન્સ મેઈન્ટેન ન કરી શકતા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવાનું શરૂ કયું હતું. બેંકે સપ્ટેમ્બરમાં તેમાં થોડી રાહત આપી હતી. જેમાં શહેરોમાં મિનિમમ બેલેન્સની મર્યાદા પાંચ હજારથી ઘટાડી ત્રણ હજાર કરાઈ હતી. બેંકે પેન્શનર, લાભાર્થીઓ તેમજ સરકારી યોજનાનો લાભ લેતા લોકોને તેમાંથી બાકાત રાખ્યા છે.

3

હાલ એસબીઆઈના મિનિમમ બેલેન્સના નિયમ અનુસાર, મેટ્રો શહેરોમાં ખાતામાં 5000 રૂપિયા કરતા 50 ટકા ઓછું બેલેન્સ ન જળવાય તો 50 રૂપિયા, 50-75 ટકા ઓછું બેલેન્સ હોય તો 75 રૂપિયા અને 75 ટકાથી ઓછું બેલેન્સ હોય તો 100 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં 3000 રૂપિયા કરતા 50 ટકાથી ઓછું બેલેન્સ હોય તો 40 રૂપિયા, 50-75 ટકા ઓછું બેલેન્સ હોય તો 60 અને 75 ટકાથી ઓછું બેલેન્સ હોય તો 75 રૂપિયા વસૂલાય છે.

4

મંથલી એવરેજ બેલેન્સ (MAB) માટે સરકાર તરફથી પ્રેશર કરાયા બાદ બેંકે એમ કહીને પોતાના આ ચાર્જનો બચાવ કર્યો હતો કે, બેંકને દરેક કસ્ટમરના ખાતાં પાછળ ચોક્કસ ખર્ચ કરવો પડે છે. જે ચાર્જ તે ખાતામાં ચોક્કસ બેલેન્સ ન રાખવા બદલ વસૂલી રહી છે તે ચાર્જ તેને થતાં ખર્ચા કરતાં ઘણો ઓછો છે. બેંકે 2012માં તમામ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની મર્યાદા હટાવી દીધી હતી. જોકે, 1 એપ્રિલ 2017થી તેને ફરી લાગુ કરાઈ હતી.

5

બેંક હવે માસિકને બદલે ત્રિમાસીક મિનિમમ બેલેન્સ મર્યાદા પણ લાવી શકે છે. સૂત્રોનું માનીએ તો, બેંક હાલ ઓછામાં ઓછા 3000 રૂપિયા રાખવાની જે મર્યાદા છે, તેને ઘટાડીને 1000 રૂપિયા કરી શકે છે. એક તરફ એસબીઆઈમાં શહેરી વિસ્તારોમાં હાલ 3000 રૂપિયા મિનિમમ બેલેન્સ હોવું જરૂરી છે, જે અન્ય સરકારી બેંકોની સરખામણીમાં ઘણું વધારે છે, જ્યારે પ્રાઈવેટ બેંકોમાં મોટાભાગની બેંકોમાં ખાતામાં ઓછામાં ઓછું 10 હજાર રૂપિયા બેલેન્સ મેઈન્ટેન કરવું જરૂરી છે.

6

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નવા વર્ષની શરૂઆતમાં ગ્રાહકોને વ્યાજ દરમાં ઘટાડાની બેટી આપી હતી. પરંતુ હવે ભેટ મળવાનો સિલસિલો આગળ વધશે એવું લાગી રહ્યું છે. એસબીઆઈ તમને વધુ એક ભેટ આપી શકે છે. જેમાં તમારે બેંકમાં ઓછા રૂપિયા રાખવા પડશે સાથે સાથે ચાર્જ આપવાથી પણ તમે બચી જશો. બેંક હવે મિનિમમ બેલન્સની મર્યાદા ઘટાડવા વિચારી રહી છે.

  • હોમ
  • બિઝનેસ
  • SBI લઈ શકે છે આ મોટો નિર્ણય, કરોડો ખાતાધારકોને થશે ફાયદો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.