500 ને 1000ની નોટો રદ થતાં સોના પછી આ ધંધામાં છે જોરદાર તેજી, લોકો કરી રહ્યા છે મબલખ કમાણી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એચાનક જાહેરાત કરી તેથી લોકો ભેરવાયા હતા કેમ કે બુધવારે બેંકો બંધ હોઇ લોકો બેંકમાં રૂપિયા 500 અને રૂપિયા 1000ના દરની નોટો જમા કરાવી શક્યા નહોતા. ગુરૂવારથી બેંકમાં નોટ વટાવવા લાંબી લાઇનો લાગેલી હતી તેથી કેટલાક લોકો 500 અને રૂપિયા 1000ની નોટ લઇ છૂટા પૈસા આપતા એજન્ટોનો સહારો લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તમે એજન્ટને 500 રૂપિયાની નોટ તમે આપો તો તમને રૂપિયા 300 મળે અને રૂપિયા 1000ની સામે 800 રૂપિયા મળે તેવી સ્કીમ પૂરજોશમાં ચાલી રહી છે. જે લોકો પાસે બ્લેક મની છે એવા લોકો આ સ્કીમનો લાભ લઈ રહ્યા છે. કેટલાક લોકો બેંકમાં જવાની આળસમાં પણ આ સ્કીમનો લાભ લઈ રહ્યા છે.
આ એજન્ટોએ અમદાવાદ સહિત ગુજરાતભરમાં પણ મેસેજ મોકલી દીધા હતા તેના કારણે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં પણ આ ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. શરૂઆતમાં 20 ટકા ઓછા પૈસા આપીને એજન્ટો 500 અને 1000 રૂપિયાની નોટો ખરીદતા ને હવે આ ટકાવારી 40 ટકા પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં આ ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે અને ગુરૂવારે કમિશનની ટકાવારી વધીને 40 ટકા પહોંચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે આ જાહેરાત થઈ એ પછી મુંબઈની ક્રાફર્ડ માર્કેટ સહિતની અનેક માર્કેટમાં ડિસ્કાઉન્ટ રેટ બોલાવવાના શરૂ થઇ ગયા હતા.
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો અચાનક બંધ કરીને આ નોટો હોય તો તેને 30 ડિસેમ્બર સુધીમાં બેન્ક કે પોસ્ટ ઓફિસમાં વટાવી શકાય, એવી જાહેરાત બાદ કાળાં બજાર કરનારા અને કમિશન એજન્ટોને બખ્ખા થઇ ગયા છે. સોનાના વેપારીઓ પછી આ ધંધામાં લોકોને સૌથી વધારે કમાણી તઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -