સેબીએ રિલાયન્સ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો, સ્ટોકમાં વાયદા કારોબાર નહીં કરી શકે
રિલાયન્સ પેટ્રોલિયમના શેરોમાં 2007માં થયેલાં ઈન્સાઈડર ટ્રેડિંગના એક કેસના ચુકાદામાં સેબીએ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રની અગ્રણી કંપની વિરુદ્ધ આ ચુકાદો આપ્યો છે. અહેવાલ અનુસાર કંપનીએ ગેરકાયેદસર રીતે 513 કરોડ રૂપિયાનો લાભ મેળવ્યો હોવાનું જણાવતાં સેબીએ કંપનીને 447 કરોડ રૂપિયાનો દંડ વત્તા 29 નવેમ્બર, 2007થી અત્યાર સુધી 12 ટકા લેખે વ્યાજની રકમ (આશરે 500 કરોડ રૂપિયા) 45 દિવસમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેબીના આ આદેશને કારણે રિલાયન્સના શેરમાં મોટો કડાકો બોલાય તેવી શક્યતા માર્કેટ નિષ્ણાતો જોતા નથી. તેઓનું કહેવું છે કે, માત્ર પ્રમોટર્સ પર પ્રતિબંધ મૂકતાં રોકાણકારો કે અન્ય વર્ગને આ ચુકાદો અસર કરતો નથી.
નવી દિલ્હીઃ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ કથિત રીતે ફ્રોડ કારોબાર કરવા પર દસ વર્ષ જૂના એક કેસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને 12 અન્ય પર શેરમાં વાયદા કારોબાર કરવા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ રિલાયન્સે સેબીના આ ચૂકાદાને સિક્યોરિટીઝ એપિલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં પડકારવાનો નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -