RBIએ માર્કેટમાં મુકી 100 રૂપિયાની નવી નોટ, જુઓ કેવી હશે?
તેના થોડા દિવસો બાદ 50 અને 10ની નવી નોટ પણ બજારમાં આવી ગઈ હતી. જ્યારે 100ની જૂની નોટ જ બજારમાં ચાલી રહી હતી અને હવે રિઝર્વ બેંકે 100 રૂપિયાની પણ નવી નોટ માર્કેટમાં મુકી છે.
આસમાની રંગની 100 રૂપિયાની નવી નોટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. નોટબંધી બાદ તરત જ 2000 અને 500ની નવી નોટને માર્કેટમાં મુકવામાં આવી હતી.
છેલ્લા કેટલાંય દિવસોથી ચાલી રહેલ નાની ચલણી નોટની તંગીના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટીએમમાં પણ 100 રૂપિયાની નોટો પણ મળી શકતી નહતી. હવે બજારમાં 100 રૂપિયાની નોટ આવવાથી આ મુશ્કેલી ખત્મ થઈ શકે છે.
બજારમાં ચાલી રહેલી નાની ચલણી નોટોની તંગીને દૂર કરવા આજે આરબીઆઈએ 100 રૂપિયાની નવી ચલણી નોટ માર્કેટમાં મુકવામાં આવી છે. આકર્ષક રંગરૂપ વાળી આ 100 રૂપિયાની નવી નોટ શનિવારે હોશંગાબાદ લીડ બેંકે મેનેજરે કલેક્ટર પ્રિયંકા દાસને બતાવી હતી.
આરબીઆઈ દ્વારા બેંકમાં નવી નોટ મોકલી દેવામાં આવી છે અને હવે બેંકો અને એટીએમના આધારે નવી નોટ હવે લોકો સુધી પહોંચશે. એક સપ્ટેમ્બરથી 100 રૂપિયાની નવી નોટ આવી ગઈ છે.