આવી હશે Marutiની 7 સીટર WagonR, ઇન્ટીરિયર છે જબરદસ્ત
વધારે GSTથી બચવા માટે આ કારને 4 ઈંચની અંદર જ રાખી શકાય છે. સપ્ટેમ્બરમાં આ કારનું પ્રોડક્શન શરૂ થશે અને નવેમ્બર 2018માં લોન્ચ થવાની સંભાવના છે.
Suzuki Solioમાં હાઈટેક્ટ પ્લેટફોર્મ છે જે મારુતિ સુઝુકી સ્વિફ્ટના લેટેસ્ટ વર્ઝનમાં આપવામાં આવ્યું છે. જો કે મારુતિ વેગનઆરના 7 સીટર મોડલમાં હાઈટેક પ્લેટફોર્મ નહીં આપી શકાય કારણકે તેની કિંમત વધી જશે.
સુઝુકી ઈન્ટરનેશનલ માર્કેટમાં આ મોડલનું માઈલ્ડ હાઈબ્રિડ વેરિયંટ પણ વેચે છે, જેમાં ઈલેક્ટ્રિક મોડલ છે. આ સાથે ફૂલ હાઈબ્રિડ વેરિયંટ પણ વેચાય છે. Suzuki Solio અને Solio માઈલ્ડ હાઈબ્રિડ મોડલ્સમાં સીવીટી છે. Suzuki Solio હાઈબ્રિડમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન સિસ્ટમ છે.
સુઝુકી સોલિયોનું હાલની જનરેશનનું મોડલ 2010માં લોન્ચ કરાયું હતું અને 2015માં તેનું ફેસલિફ્ટ મોડલ આવ્યું. ભારતમાં આ બંને મોડલને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આમાં 1.2 લીટર, 4 સિલિંડર પેટ્રોલ એન્જિન છે જો 91 PS પાવર અને 118 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની મનપસંદ કાર વેગનઆર (WagonR)નું નવું મોડલ ભારતમાં આવવાનું છે. નવી વેગનઆર જૂના મોડલ કરતાં બિલકુલ અલગ હશે, તેમાં પહેલાથી વધારે સ્પેસ હશે. કારનો લુક પહેલા જેવો જ હશે, પરંતુ હવે તે પહેલાથી વધારે સ્પેસ અને દમદાર એન્જિન સાથે તૈયાર કરવામાં આવી છે. આશા છે કે 7 સીટર વેગન આર આ વર્ષે ફેસ્ટિવ સીઝનમાં લોન્ચ થઈ શકે છે. હાલની વેગન આરમાં માત્ર 5 લોકોને બેસવાની સુવિધા છે.