શેરબજારમાં બે દિવસમાં થયો 1000 પોઈન્ટનો ઘટાડો, આ કારણો છે જવાબદાર, જાણો વિગત
આ ઉપરાંત એશિયન દેશો પર ઈરાનથી ઓઇલ ખરીદવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોથી મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે. આ સ્થિતિમાં અનિશ્ચિતતાનો માહોલ જોતાં બજારમાં ઘટાડો ચાલુ રહી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકાના રિપોર્ટમાં જણાવાયું છે કે અહીં છેલ્લા 9 વર્ષમાં સૌથી વધારે નોકરીઓ ઉભી થઈ છે. અમેરિકામાં બેકારીદર 18 વર્ષમાં સૌથી ઓછો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આંકડાઓ જોતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે. તેના કારણે પણ બજારમાં કડાકો બોલી ગયો છે.
મંગળવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 72.73ના સ્તર પર પહોંચી ગયો. ચાલુ વર્ષે રૂપિયામાં 13 ટકા ઘટાડો થયો છે. રૂપિયામાં થઈ રહેલા ઘટાડાના કારણે પણ શેરબજાર દબાણમાં છે.
જૂન ત્રિમાસિકમાં ચાલુ ખાતા ખોટ જીડીપીના 2.4 ટકા થઈ ગઈ. ક્રૂડ ઓઈલના વધતાં ભાવના કારણે ચાલુ ખાતાની ખોટ વધી રહી છે. રૂપિયામાં ઘટાડો અને ક્રૂડના ભાવમાં વધારાના કારણે આયાત માટે વધારે રૂપિયા ચુકવવા પડે છે. જેની અસર ઘરેલુ બજાર પર પડી રહી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને 267 અબજ ડોલરની વધારાની ડ્યૂટી લગાવવાની ધમકી આપી છે. વિશ્વના મોટા અર્થતંત્ર વચ્ચે ખેંચતાણની અસર ભારત પર પણ પડી રહી છે. ચીનના સામાન પર વધારે ડ્યૂટી લગાવવાથી અમેરિકામાં ચીનનો સામાન વાપરતાં ઉદ્યોગકારો પર અસર પડશે.
મુંબઈઃ મંગળવારે સેન્સેક્સ 509 પોઈન્ટ તુટ્યો હતો તો રૂપિયો પણ ડોલર સામે ઘટીને 72.73 પર પહોંચી ગયો છે. છેલ્લા બે દિવસમાં સેન્સેક્સમાં આશરે 1000 પોઈન્ટ જેટલો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -