શેર બજારમાં હડકંપઃ સેકન્ડોની અંદર જ ડુબી ગયા રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, મંગળવારે બીએસઇ પર ટાટા મોટર્સનો શેર 6.45 ટકા તુટીને 370.50 રૂપિયા સુધી આવી ગયો. વળી એક્સિસ બેન્ક, યશ બેન્ક, અદાણી પોર્ટ્સ અને ટાટા સ્ટીલમાં ક્રમશઃ 4.27%, 3.91%, 3.62% અને 3.23%નો ઘટાડો નોંધાયો હતો.
બજેટ દરમિયાન સેન્સેક્સમાં 500 પૉઇન્ટ તુટી ગયું હતું જ્યારે આગળના દિવસ શુક્રવારે સેન્સેક્સ લગભગ 850 પૉઇન્ટ લથડીને 35,066ની નીચે આવી ગયો. વળી નિફ્ટીમાં પણ લગભગ 255 પૉઇન્ટના ઘટાડાની સાથે 10,760 સુધી પડી ગયો. આ ઓગસ્ટ 2017 બાદ માર્કેટમાં પહેલો સૌથી મોટો ઘટાડો હતો.
જોકે, માર્કેટ નીચે પડવાનો સિલસિલો 1 ફેબ્રુઆીરના કેન્દ્રિય બજેટ આવ્યા બાદના એક દિન પહેલાથી જ શરૂ થઇ ગયો છે. બુધવારે બીએસઇ સેન્સેક્સમાં 69 પૉઇન્ટ કે 0.19 ટકાની નબળાઇની સાથે 35,965 પર દિવસનો કારોબાર બંધ થયો હતો, વળી નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 22 પૉઇન્ટ કે 0.20 ટકા નીચે રહી 11,028 પર બંધ થયો હતો.
10.40 વાગ્યા સુધી ના સેન્સેક્સમાં કે ના નિફ્ટીમાં કોઇ સુધારો આવ્યો. આ દરમિયાન સેન્સેક્સમાં 1078.25 પૉઇન્ટના ઘટાડા સાથે 33,678 અને નિફ્ટીમાં 321.45 પૉઇન્ટની નબળાઇ સાથે 10,345 પર ટ્રેન્ડિંગ થઇ રહ્યું હતું. કુલ મળીને સેન્સેક્સ પોતાના હાઇએસ્ટ સ્કૉરથી 3,000 પૉઇન્ટ્સ અને નિફ્ટી પોતાના રેકોર્ડ હાઇથી 800 પૉઇન્ટ્સ નીચે આવી ગયો.
મુંબઇઃ ભારતીય શેર બજાર માટે મંગળવારનો દિવસ એકદમ અમંગળકારી સાબિત થયો. માર્કેટ ખુલવાના સેકન્ડોમાં રોકાણકારોના 5 લાખ 40 હજાર કરોડ રૂપિયા ડુબી ગયા. મંગળવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ)ના 30 શેરોનો સૂંચકાંક સેન્સેક્સ 1,250 પૉઇન્ટ તુટીને 33,482.81 પૉઇન્ટના નીચલા સ્તરે આવી ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -