જૂનમાં લેવામાં આવેલ સર્વિસનું બિલ જુલાઈમાં આવે તો આપવો પડશે GST, ગ્રાહકોને ગજવા પર પડશે અસર
માની લો કે તમારી બુલિંગ સાઈકલ 25 જૂનના રોજ પૂરી થઈ રહી છે અને ઇનવોઈસ 10 જુલાઈએ બને છે તો તમારે એડવાન્સમાં કોઈ પેમેન્ટ કરવાનું નરીં રહે, એવામાં જ્યારે ઇનવોઈસ જારી થાય છે તો તેના પર જીએસટી લાગશે કારણ કે કાયદા અનુસાર સેવા ઉપલબ્ધ કરાવવાની તારીખ જ ઇનવોઈસ જારી કરવાની તારીખ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઉપભોક્તાઓએ જૂનમાં લીધેલ ક્રેડિટ કાર્ડ, ટોલીફોન અથવા અન્ય સર્વિસ માટે જુલાઈમાં કરવામાં આવનાર બિલ પેમેન્ટ પર જીએસટી આપવો પડશે. જો જુલાઈમાં આ સેવાઓનું બિલ બને અથવા પેમેન્ટ કરવામાં આવે તો જીએસટી લાગુ થશે. દેશમાં એક જુલાઈથી જીએસટી લાગુ થઈ ગયો છે અને મોટાભાગની સેવાઓ 18 ટેક્સ સ્લેબમાં રાખવામાં આવી છે. જેના પર પહેલા 15 ટકાના દરે ટેક્સ લાગતો હતો.
જીએસટી લાગુ થયા બાદ સર્વિસ ટેક્સ, એક્સાઈઝ, વેટ અને એક ડઝન જેટલાથી વધારે સ્થાનીક ટેક્સ સમાપ્ત થઈ ગયા છે. તમામ વસ્તુઓ અને સેવાઓને જીએસટીના ચાર ટેક્સ સ્લેબ 5, 12, 18 અને 28 ટકામાં વિભાજિત કરવામાં આવ્યા છે. જોકે, એક સરકારી અધિકારીએ એ સ્પષ્ટ કર્યું છે કે, જીએસટી માત્ર એ બિલ પર લાગુ થશે, જે એક જુલાઈ અથવા ત્યાર બાદ જનરેટેડ થયા છે, ભલે એ સેવાનો ઉપભોગ 1લી જુલાઈ પહેલા કરવામાં આવ્યો છે.
હાલના નિયમો અનુસાર, સર્વિસ ટેક્સ ઇનવોઈસ જારી કરવાની તારીખ અથવા પેમેન્ટ કરવાની તારીખ જે પહેલા હોય તેના પર લાગે છે. સેવા ઉપલબ્ધ કરાવ્યાના 30 દિવસની અંદર ઇનવોઇસ જારી કરવું જરૂરી છે. જ્યાં ઉપભોક્તાઓએ બિલની ચૂકવણી એડવાન્સમાં કરી દીધી હોય ત્યારે નિયમ અંતર્ગત પેમેન્ટના દિવસ પ્રમાણે ટેક્સ લાગશે. વસ્તુઓ માટે કાયદો કહે છે કે ઇનવોઇસ જારી થયાના દિવસને જ વસ્તુના વેચાણનો દિવસ ગણવામાં આવશે અને એ જ દિવસ પ્રમાણે ટેક્સ લેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -