1 જુલાઈથી તમામ સર્વિસ થઈ જશે મોંઘી, સરકારે કહ્યું GSTમાં સર્વિસ ટેક્સ રેટ 15 વધીને 18% થઈ શકે છે
તેને જીએસટી કાઉન્સીલ અલગથી તૈયાર કરશે અને અઢિયાનું માનવું છે કે, કાઉન્સિલ મોટાભાગના કૃષિ ઉત્પાદનો પર ટેક્સ નહીં લગાવે. તેમણે વધુમાં જણાવ્યું કે, કેટલીક સેવાઓ જેના પર હાલમાં 15 ટકાથી ઓછો સર્વિસ ટેક્સ લાગે છે તે જીએસટી વ્યવસ્થામાં ઓછા ટેક્સ રેટમાં આવી શકે છે.
હાલમાં સેલીકલ્ચર, ફ્લોરીકલ્ચર, ડેરી, હોર્ટીકલ્ચર, ફિશિંગને સર્વિસ ટેક્સમાંથી છૂટ છે કારણ કે આ કૃષિ અંતર્ગત આવે છે. પરંતુ જીએસટીમાં તેના પર ટેક્સ લાગશે કે નહીં તેના પર હાલમાં વિવાત ચાલી રહ્યો છે. અઢિયાએ કહ્યું કે, હજુ સુધી જેને જીએસટીમાંથી બહાર રાખવામાં આવશે તેની યાદી તૈયાર થઈ નથી.
હાલમાં સર્વિસ સેક્ટર પર 14 ટકા ટેક્સ છે ઉપરાંત અડધા અડધા ટકાના દરે બે વધારના સેસ- સ્વચ્છ ભારત સેસ અને કૃષિ કલ્યાણ સેસ પણ લાગે છે. તેનાથી સર્વિસ ટેક્સનો કુલ રેટ 15 ટકા થઈ જાય છે. જીએસટી કાયદો કહે છે કે, ખેડૂતની વાર્ષિક આવક 20 લાખ રૂપિયાથી વધારે હોય છતાં પણ તે જીએસટી અંતર્ગત નથી આવતા.
અઢિયાએ કહ્યું કે, સર્વિસ સેક્ટર માટે સ્ટાન્ડર્ડ રેટ 18 ટકા હોઈ શકે છે. જોકે હાલમાં જે સેવાઓ પર સર્વિસ ટેક્સ નથીલાગતો જેમ કે સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ પર પણ જીએસટીમાં કોઈ ટેક્સ નહીં લાગે. તેમણે કહ્યું કે, હાલમાં જે પણ છૂટની યાદીમાં છે તેને આગળ પણ આ લાભ મળતો રહેશે તે અમે સુનિશ્ચિત કીરશું. અમે તેની ભલામણ જીએસટી કાઉન્સિલને કરીશું અને તે તેના પર વિચાર કરશે અને શક્યતા છે કે તેઓ આ ભલામણને સ્વીકારી લેશે.
નવી દિલ્હીઃ એક જુલાઈથી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) વ્યવસ્થામાં સર્વિસ ટેક્સ પર 18 ટકા ટેક્સ રેટ લગાવવામાં આવી શકે છે, જે હાલમાં 15 ટકા છે. રેવન્યૂ સચિવ હસમુખ અઢિયાએ ગુરુવારે કહ્યું કે, આ જ કારણે દેશમાં સેવાઓ થોડી મોંઘી થઈ જશે.