✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jioના 5 કરોડ ફીચપ ફોન આવી રહ્યે છે ભારતમાં, લોકોની પ્રતિક્રિયા પ્રમાણે આ છે કંપનીનો પ્લાન ‘B’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jul 2017 08:06 AM (IST)
Jioના 5 કરોડ ફીચપ ફોન આવી રહ્યે છે ભારતમાં, લોકોની પ્રતિક્રિયા પ્રમાણે આ છે કંપનીનો પ્લાન ‘B’
1

જો આ ફીચર ફોનને અપેક્ષિત રિસ્પોન્સ ન મળે તો જિઓએ પ્લાન બી પણ તૈયાર કર્યો છે. એવામાં રિલાયન્સ જિઓ એક અન્ય ઓફર લાવશે. હાલમાં આપ્લાન બીને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ આશા છે કે પ્લાન અંતર્ગત કંપની લગભગ સિક્યોરિટી ડિપોઝિટ અંતર્ગત જમા કરાવવામાં આવતી રત 1500 રૂપિયાથી ઘટાડી દશે અથવા તો 3 વર્ષનો ગળો છે તેને ઘટાડવામાં આવશે.

2

તમને જણાવીએ કે, જિઓ ફીચર ફોનના આ પ્રથમ વેરિઅન્ટનું શિપમેન્ટનં સૂપર્ણ વેચાણ બાદ જ કંપની તેનો એક વધુ ડ્યુઅલ સિમ વેરિઅન્ટ રજૂ કરશે. હાલમાં માત્ર તેનું સિંગલ સિમ વેરિઅન્ટ બજારમાં આવશે. ઓક્ટોબરમાં કંપની આ ડ્યૂઅલ ફીચર ધરાવતો ફોન લોન્ચ કરી શકે છે. આ ડ્યૂઅલ સિમ વેરિઅન્ટમાં પ્રથમ સિમ સ્લોટ ફરજિયાતપણે જિઓ સિમ માટે રહેશે અને અન્ય સ્લોટમાં અન્ય ઓપરેટર્સના સિમનો ઉપયોગ કરી શકાશે.

3

નવી દિલ્હીઃ પોતાની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જિઓ ટૂંકમાં ફ્રી ફીચર પોન બજારમાં ઉતારવ જઈ રહી છે જેના માટે ગ્રાહકોએ માત્ર 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. આ સિક્યોરિટી ડિપોઝીટ પણ ગ્રાહકોને ત્રણ વર્ષ બાદ પરત કરવાની વાત પણ કહેવામાં આવી હતી. ધ મોબાઈલ ઇન્ડિયન ડોટ કોમના એક અહેવાલ અનુસાર જિઓએ 5કરોડ જિઓ ફીચર ફોન 3 મહિનામાં વેચવાની યોજના બનાવી છે.

4

મોટાભાગના ફોન ભારત આવી ગયા છે અને તેને સ્ટોર્સ પર મોકલવામાં આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 5 કરોડ જિઓ ફીચર્સ ફોન અલગ અલગ બેચમાં લાવવામાં આવી રહ્યા છે. આશા છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ શિપમેન્ટ આવી જશે.

  • હોમ
  • બિઝનેસ
  • Jioના 5 કરોડ ફીચપ ફોન આવી રહ્યે છે ભારતમાં, લોકોની પ્રતિક્રિયા પ્રમાણે આ છે કંપનીનો પ્લાન ‘B’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.