આકાશ અંબાણીની ભાવિ પત્ની શ્લોકા પાસે કેટલા કરોડની છે સંપત્તિ, કઈ-કઈ લક્ઝુરિયસ કાર છે? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆકાશ રિલાયન્સ જીયોના બોર્ડ ઓફ ડાયરેક્ટર છે. રિલાયન્સ જીયોનો આઈડિયા મુકેશ અંબાણીને પોતાના પુત્ર અને પુત્રી પાસેથી લીધો હતો, આ માટે તેમણે જીયોનો બિઝનેસ પોતાના પુત્ર અને પુત્રીને સોંપી દીધો છે.
આકાશ અને શ્લોકા પહેલાથી એકબીજાને ઓળખે છે. બંન્ને ધીરૂભાઈ અંબાણી સ્કુલમાં અભ્યાસ કર્યો હતો જે આકાશના દાદાની સ્કુલ છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. જ્યારે આકાશ પણ પોતાના પારિવારિક બિઝનેસ સંભાળે છે.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ સમારોહનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું હતું. રવિવારે સગાઈ બાદ મુકેશ અંબાણીએ ભાવિ વહૂના હાથે સિદ્ધિ વિનાયક મંદિરમાં પૂજાનું આયોજન કર્યું હતું. આ માટે તેણે મંદિરમાં 50 લાખ રૂપિયાનો ખર્ચો કરીને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું.
શ્લોકાની પાસે દુનિયાની બેસ્ટ લક્ઝરિ કાર્સ છે. કાર કલેક્શનમાં શ્લોકા પાસે મિની કુપર, મર્સિડીઝ બેન્ઝ અને બેન્ટલે છે. શ્લોકાએ બેન્ટલે થોડા દિવસો પહેલા જ ખરીદી હતી જેની કિંમત ચાર કરોડ રૂપિયા છે. ભારતમાં મિની કપૂરના ત્રણ મોડલ છે. જેની કિંમત 33.29 લાખ રૂપિયાથી લઈને 37.37 લાખ રૂપિયા સુધીની છે.
રોજી બ્લૂ ફાઉન્ડેશન લોકોના હિત માટે કામ કરે છે. આ સિવાય શ્લોકા કનેક્ટરફોરની કો-ફાઉન્ડર પણ છે, જે એનજીઓ માટે વોલન્ટયર્સની સુવિધા ઉપલ્બધ કરાવતાં હતાં. ફિનએપ રિપોર્ટ પ્રમાણે, શ્લોકા 18 મિલિયન ડોલર એટલે 120 કરોડની સંપત્તિની માલિક છે.
અંબાણી પરિવારની ભાવિ વહૂ શ્લોકાની પાસે 120 કરોડ રૂપિયાની સંપત્તિ અને તેની પાસે કાર કલેક્શન પણ છે. ડાયમંડ બિઝનેસમેનની પુત્રી શ્લોકા મહેતાએ 2014માં રોજી બ્લૂ ફાઉન્ડેશનના નિર્દેશક તરીકેનો કાર્યભાળ સંભાળ્યો હતો.
મુંબઈ: રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને રોજી બ્લૂ ડાયમંડના માલિક રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાની ગોવામાં પ્રિ-એંગેજમેન્ટ કરવામાં આવી હતી. આકાશ અને શ્લોકા આ વર્ષે ડિસેમ્બરમાં લગ્નગ્રંથીથી જોડાઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -