મુંબઈમાં 24 કલાક કરી શકાશે શોપિંગ? રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યું નવું બિલ
દુકાનો અને મોલ્સને ઈ-કોમર્સ કંપનીઓ તરફથી કારોબારમાં મળી રહેલ જોરદાર ટક્કરને ધ્યાનમાં રાખતા આ બિલ લાવવામાં આવ્યું છે. બિલ પાસ થયા બાદ દુકાનો અને શોપિંગ મોલ્સ ઈ-કોમર્સ કંપનીઓ સાથે પ્રતિસ્પર્ધા કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુકાનો અને મોલ્સ અને ઈ-કોમર્સ કંપનીઓ તરફતી કારોબારમાં મળી રહેલ ટક્કરને ધ્યાનમાં રાખતા આ બિલને રજૂ કરવામાં આવી રહ્યું છે. બિલ પાસ થયા બાદ દુકાનો અને શોપિંગ મોલ્સ ઈ-કોમર્સ કંપનીઓ સાથે પ્રતિસ્પર્ધા કરી શકશે. આ બિલના વ્યાપમાં દુકાનો જ નહીં પરંતુ રેસિડેન્શિયલ હોટલ, રેસ્ટોરાં, થિએટર અને એવી જગ્યા જ્યાં લોકો ભેગા થાય છે તે તમામ સામેલ છે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કલાક શોપિંગ કરવાનો વિકલ્પ મળી શકે છે. રાજ્ય સરકારે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું છે જેમાં તમામ દુકાનોને સપ્તાહમાં સાતેય દિવસ અને દિવસમાં 24 કલાક ખુલી રાખવાનો અધિકાર આપવાની વાત કહેવામાં આવી છે. જો બિલ પાસ થઈ જાય તો મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં 24 કલાક શોપિંગનો રસ્તો ખુલી જશે. અત્યાર સુધી મુંબઈમાં દુકાનો રાત્રે 10 કલાક, વેપારી સંસ્થાઓ રાત્રે 9.30 કલાક અને રેસ્ટોરાં રાત્રે 12.30 કલાકે બંધ થઈ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -