એરટેલ, વોડાફોન અને આઈડિયા સહિત 6 કંપનીઓએ પોતાની આવક બતાવી ઓછી, સરકારને થયું 7697 કરોડનું નુકસાન
નવી દિલ્હીઃ ભારતી એરટેલ, વોડાફોન અને આઈડિયા સહિત પ્રાઈવેટ સેક્ટરની છ ટેલીકોમ કંપનીઓએ નાણાંકીય વર્ષ 2010-11થી 2014-15 દરમિયાન પોતાની આવક 61,064.5 કરોડ રૂપિયા ઓછી દર્શાવી હતી. તેનાથી સરકારને 7697.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સંસદમાં રજૂ CAGના અહેવાલથી આ ખુલાસો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, છ ઓપરેટરોએ કુલ 61064.5 કરોડ રૂપિયાની આવક ઓછી દર્શાવી હતી. પાંચ ઓપરેટરોમાં ભારતી એરટેલ, વોડાપોન, આઈડિયા, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલ માટે ઓડિટના સમયગાળા વર્ષ 2010-11થી 2014-15 રહ્યો. છે. જ્યારે સિસ્ટેમા શ્યામ માટે આ નાણાંકીય વર્ષ 2006-07થી 2014-15 રહ્યો છે.
કેગે કહ્યું કે, આવક ઓછી દર્શાવાને કારણે સરકારને 7697.62 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન પર માર્ચ 2016 સુધી વ્યાજની રકમ 4531.62 કરોડ રૂપિયા થવા જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -