જુલાઈમાં પેટ્રોલ થયું 1.21 રૂપિયા પ્રતિ લિટર મોંઘું, ડીઝલની કિંમતમાં પણ થયો 1.62 રૂપિયાનો વધારો
16 જૂન 2017થી શરૂ થયેલ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દૈનિક સમીક્ષાનો આજે 37મો દિવસ છે. આઈઓસીની વેબસાઇટ પર જારી રેટ્સ અનુસાર એક જુલાઈથી અત્યાર સુધી ડીઝલની કિંમત 1.62 રૂપિયા વધી ગઈ છે. જ્યારે છેલ્લા 22 દિવસમાં ડીઝલની કિંમત 53.33 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 54.95 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિષ્ણાંતોનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના ભાવ અને ડોલર-રૂપિયાના એક્સચેન્જ પર આધાર રાખે છે. માર્કેટિંગ કંપનીઓએ ચાલુ વર્ષે 16 જૂનથી 15 વર્ષ જૂની વ્યવસ્થાને બંધ કરીને પ્રતિદિવસ કિંમતમાં ફેરફાર કરવાની પરંપરા શરૂ કરી છે.
નવી દિલ્હીઃ જુલાઈ મહિનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘણો વઘારો થઈ ગયો છે. પેટ્રોલની કિંમત 1.21 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલની કિંમત 1.62 રૂપિયા પ્રતિ લિટર વધી ગઈ છે. 22 જુલાઈ એટલે કે શનિવારે દિલ્હીમાં નોન બ્રાન્ડેડ પેટ્રોલની રિટેલ િકંમત 64.30 રૂપિયા છે. એક જુલાઈના રોજ તેની કિંમત 63.09 રૂપિયા પ્રતિ લિટર હતી. તેવી જ રીતે શનિવારે નોન બ્રાન્ડેડ ડીઝલની કિંમત દિલ્હીમાં 54.95 રૂપિયા પ્રતિ લિટર હતી જે એક જુલાઈના રોજ 53.33 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -