12 વર્ષ બાદ Relianceએ શેરહોલ્ડર્સને બોનસ શેર આપવાની કરી જાહેરાત, બાલાજી ટેલીફિલ્મ્સમાં ખરીદશે 25% હિસ્સો
રિલાયન્સના એનર્જી અને મટીરિયલ બિઝનેસ અંગે અંબાણીએ જણાવ્યું હતું કે આ કારોબારનો કર પૂર્વેનો નફો આગામી થોડાંક વર્ષોમાં બમણો વધી રૂ.1,00,000 કરોડના સ્તરે સ્પર્શવાની ક્ષમતા ધરાવે છે. કંપની દ્વારા આ 4જી ફિચર ફોન માટે રૂ. 1500 ડિપોઝિટ તરીકે લેવામાં આવશે જો કે 3 વર્ષ બાદ ફોન કરવા સાથે જ આ ડિપોઝિટ ગ્રાહકને પરત આપવામાં આવશે. અંબાણીએ જિઓફોનની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગ્રાહકો એક વખત માત્ર રૂ. 1,500ની રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ભરી શૂન્ય કિંમતે આ ફોન ખરીદી શકશે. આ યોજના હેઠળ વોઈસ કોલિંગ આજીવન ફ્રી રહેશે જ્યારે અનલિમિટેડ ડેટા પેક્સ માટે મહિને રૂ.153 ચૂકવવાના રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. ગ્રાહકો માટે પ્રી-બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થશે. અગાઉથી ફોન બુક કરાવનારા ગ્રાહકોને સપ્ટેમ્બરથી વહેલા તે પહેલાના ધોરણે ફોન મળવાની શરૂઆત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે 12 વર્ષ બાદ 1:1 બોનસની તથા શેર દીઠ રૂ.13ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. બોનસની જાહેરાત કરતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેને દેશનું સૌથી મોટું બોનસ ગણાવ્યું હતું. આ અગાઉ રિલાયન્સે ઓક્ટોબર, 2009માં 1:1 બોનસની જાહેરાત કરી હતી. રિલાયન્સે વધુમાં જણાવ્યું હતું કે ઓથોરાઈઝ્ડ શેર મૂડીમાં વધારો કરવા માટે કંપની પોસ્ટલ બેલટથી શેરધારકોની મંજૂરી માગશે.
કંપનીની અત્યાર સુધીની વિકાસગાથા અંગે માહિતી આપતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે આપણું ટર્નઓવર 1977ના રૂ.70 કરોડથી હાલમાં આશરે 4,700 ગણું વધી રૂ.3,30,000 કરોડ થયું છે. ચોખ્ખો નફો રૂ. 3 કરોડથી 10,000 ગણો વધીને આશરે રૂ.30,000 કરોડને આંબ્યો છે. આપણી કુલ અસ્કયામતો રૂ.33 કરોડના સ્તરથી આશરે 20,000 ગણી વધી રૂ.7,00,000 કરોડની થઈ છે. જ્યારે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ અનેકગણું વધીને રૂ. 5 લાખ કરોડને આંબ્યું છે. અંબાણીએ જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે આગામી 10 વર્ષમાં કંપનીની પોતાની વૃદ્ધિ અને ભારતીય અર્થતંત્રમાં તેનો હિસ્સો પાછલાં 40 વર્ષના યોગદાનને વટાવી જશે.
ઉપરાંત રિલાયન્સના બોર્ડે બાલાજી ટેલીફિલ્મ્સમાં 25 ટકા હિસ્સો ખરીદવાને મંજૂરી આપી દીધી છે. આ ડીલ અંતર્ગત આરઆઈએલ 413 કરોડ રૂપિયામાં 2.52 કરોડ શેર ખરીદશે. આ જાહેરાત બાદ શુક્રવારે બાલાજી ટેલીફિલ્મ્સનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચી ગઓ હતો.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) શુક્રવારે પોતાના દરેક શેરહોલ્ડર્સને એક શેરના બદલામાં એક શેર બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ 12 વર્ષ પહેલા શેરહોલ્ડર્સને બોનસ શેર આપ્યા હતા. ઉપરાંત કંપનીએ શેરહોલ્ડર્સને પ્રતિ શેર 13 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -