Snapdeal-Flipkart ડીલથી કર્મચારીઓને બખ્ખાં, ફાઉન્ડર 2 હજાર લોકોને આપશે 193 કરોડ રૂપિયા
સ્નેપડીલ ફાઉન્ડર્સે બોર્ડને કહ્યું કે તેમના હિસ્સાની સેટલમેન્ટ રાશિમાંથી લગભગ 193 કરોડ રૂપિયા નિકાળી લેવામાં આવે. એ તે નક્કી કરવા માંગે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ટીમ અલગ-અલગ ન રહે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગત એક વર્ષ દરમિયાન કંપની છોડી ચુકેલા અને સિનિયર અધિકારીઓને પણ તેનાથી ફાયદો થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આ ડીલ થઈ જાય છે તો સ્નેપડીલના ફાઉન્ડર્સને 6 કરોડ ડોલર મળશે. તેનો અડધો હિસ્સો તે કર્મચારીઓને આપવા માંગે છે. સ્નેપડીલમાં સૌથી વધુ પૈસાનું રોકાણ કરનારી જાપાનની સોફટબેન્કે તેને ફલિપકાર્ટને વેચવાની પ્રોસેસ શરૂ કરી છે. બોર્ડના સભ્ય આ બાબતને લઈને રાજી થઈ ગયા છે. તેમાં કુણાલ બહલ અને રોહિત બંસલ પણ સામેલ છે. આ સિવાય શરૂઆતના ઈન્વેસ્ટર્સ કલ્લરી અને અને નેક્સસ વેન્ચર પાર્ટનર્સ પણ તેના માટે તૈયાર છે.
તેમનો હેતું એમ્પલોઈ સ્ટોક ઓપ્શન પ્લાનને સ્વીકાર કરનાર વરિષ્ઠ કર્મચારીઓને તેના બદલામાં કોમપેનસેટ કરવાનો છે. એક અધિકારીએ કહ્યું કે જેવી મર્જરની ડીલ સાઈન થઈ જાય છે, તેમના શેરની વેલ્યુ કયાંય નહિ જાય. એવા કર્મચારીઓને પણ ફાયદો પહોંચાડવામાં આવશે, જેમણે એમ્પલોઈ સ્ટોક એકસચેન્જ ઓપશનનો સ્વીકાર કર્યો ન હતો.
નવી દિલ્હીઃ કોઈપણ કંપની વેચાય જાય તે તેના કર્મચારીઓ માટે ફાયદાકારક નથી હોતું. પરંતુ સ્નેપડીલના મામલે એવું નહીં બને. જો ઘરેલુ ઈ-કોમર્સ કંપની સ્નેપડીલની તેની સૌથી મોટી પ્રતિસ્પર્ધી ફ્લિપકાર્ટ સાથે વેચાણની ડીલ પૂરી થઈ જાય તો તે પોતાના કર્મચારીઓને 193 કરોડ રૂપિયાની ઓફર કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -