Snapdeal કરશે Jio સિમની હોમ ડિલિવરી, જાણો કેવી રીતે ખરીદશો!
હેપ્પી ન્યૂ યર ઓફરમાં એક દિવસ 1 જીબી ડેટા મળશે જે ખતમ થવા પર યૂઝરની સ્પીડ થોડી સ્લો થઈ જશે. તમને જણાવીએ કે વેલકમ ઓફરમાં આ ડેટા લિમિટ દરરોજની 4 જીબી હતી.
વેલકમ ઓફરને પણ કંપનીએ વધારી દીધી છે અને તેને હેપ્પી ન્યૂ યર ઓફરનું નામ આપવામાં આવ્યું છે જે અંતર્ગત કંપનીના તમામ 50 લાખથી વધારે યૂઝર્સ માર્ચ 2017 સુધી ફ્રી સેવાનો લાભ લઈ શકશે.
અહીં યૂઝર ટાઈમ સ્લોટની પણ પસંદગી કરી શકે છે જેમાં તે જિયો સિમની ડિલિવરી ઇચ્છે છે. ન્યૂ યર ઓફર અંતર્ગત જિયોના નવા યૂઝરને માર્ચ 2017 સુધી ફ્રી વોયસ કોલિંગ, ફ્રી ડેટા મળશે.
જેના માટે યૂઝરને ઈ-કોમર્સ વેબસાઈટ પર પોતાની કોન્ટેક્ટ વિગતો, સરનામું અને વિસ્તારની જાણકારી આપવી પડશે. તમને જણાવીએ કે, જિયો સિમ હાલમાં અમુક પસંદગીના વિસ્તારમાં જ ડિલિવરી માટે ઉપલબ્ધ હશે.
સ્નેપડીલના વેબપેજ પર રિલાયન્સ જિયો સિમના હોમ ડિલિવરીની એડ જોવા મળી.
ઓનલાઈન રિટેલ સ્નેપડીલ પર ટૂંકમાં જ હવે રિલાયન્સ જિયોના સિમ મળશે. સ્નેપડીલ આ સિમની હોમ ડિલિવરી કરશે. સ્નેપડીલ પર વેચાણ માટે ઉપલબ્ધ થનાર સિમ હેપ્પી ન્યૂ યર ઓફરની સાથે આવશે.