આગામી દિવસોમાં મોંઘવારીનો વધુ એક માર પડશે, અમૂલ દૂધના ભાવ વધવાની શક્યતા
તેમણે વધુમાં કહ્યું કે, દાણ અને ઘાસચારાના ભાવમાં ૧ વર્ષમાં ૩ર થી ૩પ ટકાનો વધારો થયો છે. આથી ખેડુતોને ચુકવાતા ભાવમાં વધારો કરવો જરૂરી છે. અમુલે દુધનો ભાવ ૧૦ ટકા વધારી લીટરના ૩૦ રૂપિયા કર્યા છે અને ભેંસના દુધનો ભાવ લીટરે ૪૧ થી ૪ર રૂપિયા છે. તેમાં હજુ વધારો થશે. સોઢીએ કહ્યુ હતુ કે, દેશમાં પાવડરનો જથ્થો ડેરી, સહકારી અને ખાનગી ચુકવણીકારો પાસે વધેલો જથ્થો ૩ર,૦૦૦ થી ૩પ,૦૦૦ ટન હતો જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં ૧.રપ લાખ ટન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતોને ર૦૧૪થી દુધ માટે ચુકવાતા ભાવમાં વધારો આપવામાં આવી રહ્યો છે. તે સમયે પુરવઠો વધુ હતો અને માંગ ઓછી હતી તેમ સોઢીનુ કહેવુ છે. હવે દુધનું ઉત્પાદન ધીમુ પડયુ છે અને અમારી પાસે મિલ્ક પાવડર અને માખણનો ઓછો કેરી ફોરવર્ડ સ્ટોક છે જેથી અમે ભાવ વધારવાના છીએ.
ખાનગી ડેરીઓનુ કહેવુ છે કે, તેઓ અમુલના ભાવ વધારાને અનુસરશે. જો અમુલના દૂધમાં ભાવ વધારો થાય તો અમારે પણ નાછુટકે ભાવ વધારવા પડશે. નિષ્ણાંતોનું કહેવું છે કે, છાશ, દહી, આઇસ્ક્રીમના ભાવમાં માર્ચ સુધીમાં પ થી ૧૦ ટકાનો વધારો થશે તે નક્કી છે.
અમુલના એમડી આર.એસ.સોઢીના કહેવા મુજબ માર્ચના અંતે સ્કીમ્ડ મીલ્ક પાવડરનો કેરી ફોરવર્ડ સ્ટોક ગયા વર્ષની સરખામણીએ પ૦ ટકા ઓછો હશે અને અમે કદાચ ખેડુતોને ચૂકવાતી રકમમાં ફરીથી વધારો કરીએ. જેના કારણે દૂધના રિટેલ ભાવ પર તેની અસર પડશે. ગ્રાહકોએ દૂધના વધુ રૂપિયા આપવા તૈયાર રહેવુ પડશે.
નવી દિલ્હી: દૂધ અને દૂધ પ્રોડક્ટના ભાવ વધવા જઈ રહ્યા છે. અમૂલ અને મધર ડેરી જેવી કો-ઓપરેટિવ સંસ્થાઓ આવનારા મહિનામાં કિંમતમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. અમુલ પાસે કેરીફોરવર્ડ સ્ટોક ઓછો છે અને તેણે ખેડુતોને દુધ માટે વધુ રકમ ચુકવવાની છે. જેના કારણે સહકારી ડેરીઓ દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાનું વિચારી રહી છે. છેલ્લે જુન-જુલાઈમાં દૂધના ભાવમાં લિટરે 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -