SBIએ કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જને લઈને કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું....
એસબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, પ્રતિ મહિને ચાર એટીએમ ટ્રાન્ઝેક્શન મર્યાદા બેસિક સેવિંગ્સ બેંક્સ ડિપોઝિટ એકાઉન્ટ પર લાગુ છે. અહીં જણાવીએ કે, એસબીઆઈની બેસિંગ સેવિંગ એકાઉન્ટ એક લિમિટેડ સર્વિસ પ્રાપ્ત બેંક ખાતું છે જે ગરીબ વર્ગ માટે શરૂ કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ ઓછી આવક ધરાવતા વર્ગને કોઈપણ ખાસ ચાર્જ વગર પણ બચત ખાતામાં જમા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રકારના ખાતાધારકને એટીએમ-કમ-ડેબિટ ફ્રી મળે છે અને તેનું વાર્ષિક મેન્ટેનન્સ પણ આપવું નથી પડતું. બીજી વસ્તુ, આ પ્રકારના ખાતાધારક બેંકમાં અન્ય કોઈ બચત ખાતું ખોલાવી નથી શકતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ બચત ખાતામાંથી એક મહિનામાં 8 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનનો નિયમ યથાવત રહેશે. તે અંતર્ગત એસબીઆઈ એટીએમમાંથી 5 ટ્રાન્ઝેક્સન અને 3 એટીએમ ટ્રાન્ઝેક્શન અન્ય કોઈપણ એટીએમમાંથી કરી શકાશે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે, 8 ટ્રાન્ઝેક્સન મેટ્રો શહેરમાં મળે છે. નોન મેટ્રો શહેરમાં 10 ફ્રી ટ્રાન્ઝેક્શન મળે છે જે મળતા રહેશે. આ 10 ફ્રી ટ્રાન્ઝેક્શનમાં 5 એસબીઆઈના એટીએમમાંથી અને 5 અન્ય એટીએમમાંથી સામેલ છે.
બેંકે એ સ્પષ્ટતા કરી છે કે એસબીઆઈ બેંક બડીનો ઉપયોગ કરીને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર પ્રતિ ઉપાડ 25 રૂપિયા ચાર્જ લાગશે. એસબીઆઈની આ બેંક બડી એપ ખરેખર તો નવી સુવિધા છે જે બેંકના મોબાઈલ વોલેટનો ઉપયોગ કરીને એટીએમથી રૂપિયા ઉપાડવાની સુવિધા આપે છે. જોકે, મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, એસબીઆઈના તમામ એટીએમ ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા ચાર્જ લઈ શકે છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની મોબાઈલ એપ એસબીઆઈ બેંક બડીના સૂઝર્સ સહિત કેટલાક અન્ય કેશ ટ્રાન્ઝેક્શન સંબંધિત એટીએમ ઉપાડની સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યા છે જે 1 જૂનથી લાગુ થઈ ગયા છે. જોકે નવા ફેરફાર કરવામાં આવેલ નિયમ અંગે બેંકે કેટલીક સ્પષ્ટતા કરી છે. આગળ વાંચો બેંકે ક્યા નવા ચાર્જ લગાવ્યા અને તે અંગે શું સ્પષ્ટતા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -