દિવાળી પર EPFOએ મેમ્બર્સને આપી ગિફ્ટ, શરૂ કરી આ નવી સેવા
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નવી સેવા શરૂ કરી છે જે અંતર્ગત તમે તમારો 12 આંકડાના આધાર નંબરને UAN સાથે ઓનલાઈન લિંક કરી શકે છે. જણાવીએ કે UAN મેમ્બર્સને નોકરી બદલવા પર પોતાનું પીએફ એકાઉન્ટ બદલવાની જરૂરત નથી રહેતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEPFOએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, ‘દિવાળી પર અમને એ જાહેરાત કરતા ખુશી છે કે UAN અને બીજા સંબંધિત ડિટેલ્સવાળા મેમ્બર્સ હવે પોતાના UANને આધારથી ઓનલાઈન લિંક કરી શકે છે. આ પ્રક્રિયાને પૂરી કરવાથી મેમ્બર સેવાઓનો વધુ સારો અને જલદી લાભ લઈ શકે છે.’
આ સુવિધા હવે EPFOની વેબસાઈટ (www.epfindia.gov.in) પર મળી શકે છે. વેબસાઈટ પર જઈ Online Services સિલેક્ટ કરો. તે પછી e KYC Portal પર ક્લિક કરો. અહીં તમને LINK UAN AADHAARનું ઓપ્શન મળશે.
આ સુવિધાનો ઉપયોગ કરી મેમ્બરે પોતાનો UAN નંબર આપવો પડશે. UAN સાથે લિંક તમારા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP વેરિફિકેશન બાદ આધાર નંબર આપવાનો છે. તે પછી બીજો એક OTP આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.
OTP વેરિફિકેશન બાદ જો UAN ડિટેલ્સ આધાર સાથે મેચ થઈ જશે તો UAN અને આધાર લિંક થઈ જશે. તે પછી મેમ્બર્સ આધારથી સંલગ્ન EPFOની સેવાઓનો લાભ લઈ શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -