Jioએ બે ડેટા પ્લાનમાં કર્યો ફેરફાર, હવે રોજ મળશે 5GB ડેટા
આ સિવાય જિયો 149, 349, 399 અને 499 વાળા પેકમાં ક્રમશ: 28GB, 70GB, 84Gb અને 91GB ક્રમશ: 28 દિવસ, 70 દિવસ, 84 દિવસ અને 91 દિવસની વેલિડિટી સાથે આપી રહી છે.
799 વાળા પ્લાનમાં ગ્રાહકોને પ્રતિદિવસ 5જીબી ડેટા આપવામાં આવશે. આ પહેલા આ પ્લાનમાં 3.5જીબી ડેટા આપવામાં આવતો હતો.
કંપનીએ પોતાના બે પ્રીપેઈડ પ્લાન્સના ભાવમાં ઘટાડો કર્યો છે. 509 રુપિયા અને 799 રુપિયા વાળા પ્લાન્સ અપડેટ કરવામાં આવ્યા છે. આ પહેલા 509 રુપિયા વાળા પ્લાનમાં કંપની પ્રતિદિન 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ આપતી હતી અને પ્લાનની વેલિડિટી 49 રુપિયા હતી. હવે આ પ્લાનમાં ડેટા વધારીને 3 જીબી કરી દેવામાં આવ્યો છે અને વેલિડિટી 28 દિવસ કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ જિઓએ નવા વર્ષ પર હેપ્પી ન્યૂ યર ઓફરમાં અનેક પ્લાન અપડેટ કર્યા છે જેમાં 50 ટકા ડેટા અને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી છે. કેટલાક ડેટા પ્લાનમાં ડેટા વધારે આપવામાં આવી રહ્યો છે તો કેટલાકમાં કિંમત ઘટાડવમાં આવી છે. ત્યારે કંપનીએ હવે તેના બે પ્લાનમાં ફેરફાર કર્યો છે.