GST ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, ફોર્મમાં 20 દિવસમાં થયા 20 સુધારા, 12 પાનાનું ફોર્મ થયું 17 પાનાનું
ગુજરાતના વેપારી સંગઠનોની સાથે દેશના મોટા વેપારી એસોસિએશનોએ જીએસટી ફોર્મ ઓનલાઇન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવાની માંગ કરી છે. જીએસટી કાયદાનો અમલ થયો ત્યારથી ધાંધિયા ચાલુ છે અને સિસ્ટમના કોઇ ઠેકાણા નથી. કરોડો રૂપિયાના રિફંડ અટવાયેલા પડયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેથી અમદાવાદ,સુરત અને ભાવનગરની પેઢીઓ અને તેની સાથે ધંધો કરતા નાના મોટા વેપારીઓ અને જવેલર્સોના ધંધા બંધ જેવા થઇ ગયા છે. પાછલા બારણે જીએસટી વિભાગની કામગીરીથી ગુજરાતના સમગ્ર ટ્રેડ એસોસિએશનોમાં ભારે રોષ ફેલાયો છે.
તા.31 ડિસેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તેની મુદત વધારીને 10 જાન્યુઆરી કરી હતી. આ સમય દરમ્યાન જીએસટી પોર્ટલ પર જૂના ફોર્મ ભરવાનુ બંધ કરી દેવાયુ હતું. જેના કારણે માત્ર ગુજરાતના જ નહિ દેશભરના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જીએસટી કાયદો અમલમાં આવ્યો ત્યારે જીએસટી અધિકારીઓ બે વર્ષ સુધી કોઇ તપાસ કે નોટિસો આપશે નહિ તેવી કેન્દ્રના નાણામંત્રાલયે જાહેરાત કરી હેાવાા છતાં મુબઇમાં જીએસટી કમિશનરે જે આગડિયા પેઢીઓના ડાયમંડ અને જવેલરીના પાર્સલોની તપાસ કરી છે.
જીએસટીના કાળા કાયદાનો દેશભરમાં વિરોધ થયો છતાં જીએસટી સિસ્ટમને જીએસટી કમિટી જ સમજી શકી નથી જેનો ભોગ વેપારીઓ બની રહ્યા છે. સોમવારે રાત્રિના જીએસટીનું ફોર્મ છેલ્લીવાર બદલાયું છે. ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસ બાકી હોય ત્યારે ફોર્મ બદલવામા આવે ત્યારે ઓનલાઇન ફાઇલીંગ થઇ શકે નહિ તેવુ જીએસટી અધિકારીઓ જાણતા હોવા છતાં મનફાવે તેમ સુધારાઓ કરે છે.
જીએસટી ફોર્મમાં વાંરવાર સુધારાઓ કરાય છે જેના કારણે ઓનલાઇન ફોર્મ ફાઇલ કરી શકાતા નથી.પહેલા જીએસટીનુ ફોર્મ 12 પાનાનું હતું. જેમાં સુધારાઓ કરીને 17 પાનાનું કરી દેવામાં આવ્યુ છે. ફોર્મમાં 20 દિવસમાં 20 સુધારાઓ કરી દેવાયા છે. યુટિલિટી ફોર્મમાં સુધારાઓ થવાને કારણે જીએસટી પોર્ટલ ફોર્મ સ્વીકારતુ નથી. આમ વાંરવાર જીએસટી કમિટી જે સુધારાઓ કરે છે તેની સાથે ફોર્મ ભરવા માટેની મુદતમાં વધારો કરાતો નથી. કરોડો રૂપિયાના બિઝનેસને નુકસાન થઇ રહ્યુ છે.
અમદાવાદઃ જીએસટીનુ ફોર્મ ભરવાનો આજે (1૦ જાન્યુઆરી) છેલ્લો દિવસ છે. તેમ છતાં વેપારીઓ ફોર્મ ભરી શકતા નથી. તેની પાછળનુ કારણ એવુ છે કે,રાતોરાત ફોર્મ ભરવાની ફોર્મ્યુલા બદલાઇ જાય છે. જેના કારણે કેવી રીતે ફોર્મ ભરવું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -