માત્ર ભારતીય યૂઝર્સને મળશે WhatsAppનું આ ધમાકેદાર ફીચર, જાણો તમને શું ફાયદો થશે
હાલમાં આ ફીચર એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.18.41 પર મળી રહ્યું છે. ઘણા યુઝર્સે પેમેન્ટ ઓપ્શનના સ્કીનશોટ પણ શેર કર્યા છે. જ્યારે iOS યુઝર્સને પેમેન્ટનું અપડેટ V2.18.21 પર મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોટસએપ અપડેટની માહિતી આપનારા WABetainfoએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે જો તમને પેમેન્ટ ઓપ્શન નથી મળ્યું તો 10-12 કલાક રાહ જુઓ, તમને અપડેટ મળી જશે.
સૌથી ખાસ વાતએ છે કે આ ફીચર માત્ર ભારત માટે જ છે. વોટ્સએપના ઘણા બીટા યુઝર્સને UPI પેમેન્ટનું ઓપ્શન મળી ગયું છે. જેમને નથી મળ્યું તેમને પણ જલદીથી મળી જશે.
નવી દિલ્હીઃ વ્હોટ્સએપે માત્ર ભારતીય યૂઝર્સ માટે યૂપીઆઈ આધારિત પેમેન્ટ ફીચર જારી કરવાનું શરૂ કર્યું છે. આ ફીચરને હાલમાં એન્ડ્રોઈડ અને આઈફોનના બીટા વર્ઝનમાં શરૂ કરવામાં આવ્યું છે. એચડીએપસી, એક્સિસ, એસબીઆઈ, યસ બેંક સહિત અનેક બેંકોના ગ્રાહકો આ ફીચરનો લાભ લઈને રૂપિયાની લેવડ દેવડ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -