Jio અને એરટેલને ટક્કર આપવા Vodafone લાવશે આ ટેક્નોલોજી, જાણો વિગતે
નિષ્ણાંતોનું માનવું છે કે ઈન્ડસ્ટ્રીમાં અત્યારે પ્રાઈસ વોર ચાલી રહ્યું છે. અત્યારે વોડાફોન અને આઈડિયા સર્કિટ સ્વિચ ટેક્નોલોજીનો ઉપયોગ વોઈસ સર્વિસ માટે કરી રહી છે, અને ડેટા 4G નેટવર્ક પર ઓફર કરવામાં આવી રહ્યો છે. VoLTEથી વોડાફોન 3G અને 2G નેટવર્ક ફ્રી થઈ જશે, જેનો ઉપયોગ અત્યારે વોઈસ સર્વિસ માટે કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJio પછી એરટેલ આ ટેક્નોલોજી લાવી હતી. એરટેલે મુંબઈમાં સપ્ટેમ્બરમાં VoLTE સર્વિસ લોન્ચ કરી હતી. મુંબઈ સિવાય મહારાષ્ટ્ર, ગોવા, ચેન્નાઈ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં VoLTE સર્વિસ આપી રહી છે. એરટેલે પણ દેશભરમાં આનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે.
વોડાફોન ઈન્ડિયાના CEO સુનીલ સૂદે જણાવ્યું કે, એચડી ક્વૉલિટી કૉલિંગથી VoLTEથી કસ્ટમર એક્સપીરિયન્સ વધારે સારો થશે. ફ્યુચર ટેક્નોલોજી તરફ આ અમારું એક પગલું છે. આ માટે અમે અમારા ડેટા નેટવર્કનો ઉપયોગ કરીશું. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીઓ એકમાત્ર એકવી કંપની છે જે દેશભરમાં VoLTE સર્વિસ ઓફર કરી રહી છે.
નવી દિલ્હીઃ વોડાફોન જાન્યુઆરી 2018થી યૂઝર્સને મોટી ફેટ આપવા જઈ રહ્યું છે. કંપની યૂઝર્સ માટે VoLTE સેવા લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ જાણકારી આપી છે કે આવતા મહિને એટલે કે જાન્યુઆરીથી VoLTE સેવાની શરૂઆત થશે. મીડિયા અહેવાલ અનુસાર પ્રથમ તબક્કામાં VoLTE સેવા કેટલાક શહેરમાં શરૂ થશે. મુંબઈ, ગુજરાત, દિલ્હી, કર્ણાટક અને કોલકાતાના કેટલાક શહેરમાં આ સેવા શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય શહેરમાં શરૂ કરવામાં આવશે. VoLTE લાવીને વોડાફોન ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોને ટક્કર આપશે.
કંપની તરફથી મંગળવારના રોજ આ જાણકારી આપવામાં આવી. VoLTE ટેક્નોલોજીમાં ફોન પર અવાજ સ્પષ્ટ સંભળાય છે. આ ટેક્નોલોજીમાં અવાજ હાઈ ડેફિનેશન કૉલિંગના માધ્યમથી તમારા સુધી પહોંચે છે. આ જ નેટવર્કનો ઉપયોગ ડેટા કેરી કરવા માટે પણ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -