મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં જિયોનો દબદબો, જાણો ક્યા એવોર્ડ જીત્યાં
મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2018માં રિલાયન્સ જિયોએ વર્ષના અંત સુધી ભારતની 99 ટકા વસતીને તેમના નેટવર્કથી આવરી લેવાનો દાવો કર્યો છે. હાલ આશરે ભારતની 86 ટકા વસતીને જિયો નેટવર્કથી કવર છે.
બાર્સિલોનાઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમને સિસ્કોની સાથે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)માં પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઇલ (GloMo) અવોર્ડ્સ 2018થી નવાજવામં આવી છે. આ એવોર્ડ બેસ્ટ મોબાઇલ ઓપરેટર સર્વિસ ફોર કન્ઝ્યૂમર માટે આપવામાં આવે છે. આ ઉપરાંત કંપનીની જિયોટિવ એપે બેસ્ટ મોબાઇલ વીડિયો કન્ટેન્ટનો એવોર્ડ જીત્યો.
ભારતમાં નેટવર્કનું વિસ્તરણ કરવા જિયોએ ટેક જાયન્ટ સેમસંગ સાથે પાર્ટનરશિપની પણ જાહેરાત કરી છે.
જીએસએમએને ગ્લોબલ મોબાઇલ એવોર્ડ્સ વિશ્વભરમાં મોબાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે કરવામાં આવનારા યોગદાન બદલ આપવામાં આવે છે. જિયોએ ભારતમાં 4G નેટવર્ક અને સસ્તા ભાવે ડેટા તથા ડિજિટલ સેવા પૂરી પાડીને ટેલીકોમ વર્લ્ડમાં માત્ર 16 મહિનામાં જ અલગ ઓળખ ઉભી કરી છે.