સબસિડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો, જ્યારે ATFની કિંમતમાં થયો ઘટાડો
જોકે ઓઈલ કંપનીઓએ સામાન્ય લોકોને ફટકો પડે તેવા ઘટનાક્રમમાં સબસિડીવાળા ગેસે સિલિન્ડરની કિંમતમાં ૫.૫૭ રૂપિયાનો વધારો કરી દીધો છે. આની સાથે જ ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ૪૪૦.૫ રૂપિયા છે. સરકારી તેલ કંપનીઓએ અગાઉ બે વખત પહેલી ફેબ્રુઆરી અને પહેલી માર્ચના દિવસે કોઈપણ સુધારો કિંમતોમાં કર્યો ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કિંમત હવે ઘટી જતા રાહત થઈ શકે છે. પહેલી માર્ચના દિવસથી રેટમાં સિલિન્ડર દીઠ ૮૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલના વર્ષોમાં આ સૌથી જંગી વધારો હતો. જ્યારે પહેલી ફેબ્રુઆરીએ અમલી બને તે રીતે પ્રતિ સિલિન્ડર ૬૬.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓકટોબર ૨૦૧૬ બાદથી રેટમાં સતત વધારો થઈ રહ્યો હતો. બીજી બાજુ બિનસબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં સપ્ટેમ્બરમાં ૪૬૬.૫૦ રૂપિયા હતી. તેમાં છ ઈન્સ્ટોલમેન્ટમાં ૫૮ ટકાનો અથવા તો ૨૭૧ રૂપિયાનો વધારો થઈ ચુક્યો છે.
નવી દિલ્હીઃ સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે સબસિડીવગરના સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં પણ 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સબસિડીવાળા ગેસની કિંમત 5.57 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારવામાં આવી છે. જ્યારે સબસિડી વગરના એલપીજીની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
વિમાની ભાડા ઘટાડવાના સંદર્ભમાં હજુ સુધી કોઈ વિમાની કંપનીએ સંકેત આપ્યો નથી પરંતુ એટીએફ અથવા તો જેટ ફ્યુઅલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ વિમાની ભાડામાં ઘટાડો થઈ શકે છે. છેલ્લા બે મહિનામાં કિંમતમાં વધારો કરવામાં આવ્યા બાદ એટીએફની કિંમતમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે.
સબસિડીવાળા એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર ૫.૫૭ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બિનસબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહને ધ્યાનમાં લઈને પ્રતિ સિલિન્ડર ૧૪.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેટ ફ્યુઅલ અથવા તો એટીએફની કિંમતમાં પ્રતિ કિલો લીટર ૨૮૧૧.૩૮ રૂપિયા અથવા તો ૫.૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી જેટ ફ્યુઅલ અથવા તો એટીએફની કિંમત ઘટીને પ્રતિ કિલો લીટર ૫૧૪૨૮ રૂપિયા થઈ ગઈ છે.
આ કિંમતો પહેલી એપ્રિલથી અમલી કરવામાં આવી છે. ઓઈલ કંપનીઓ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. પહેલી માર્ચ અને પહેલી ફેબ્રુઆરીના દિવસે વધારો કરવામાં આવ્યા બાદ હવે એટીએફની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવી જ રીતે બિનસબસિડીવાળા એલપીજીની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ૧૪.૨ કિલોગ્રામના ૧૨ ગેસ સિલિન્ડરના ક્વોટા બાદ જે ગેસ સિલિન્ડર ખરીદવામાં આવે છે તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં ૧૪.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -