હવે દર મહિને 4 રૂપિયા વધશે LPGના ભાવ, માર્ચ 2018 સુધી સરકાર સબસિડી સંપૂર્ણ પાછી ખેંચી લેશે
અગાઉ આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલને ૧૪.૨ કિલોગ્રામના સબસિડાઈઝ્ડ એલપીજી સિલિન્ડર દીઠ દર મહિને બે રૂપિયાનો વધારો કરવાનો આદેશ હતો. હવે આ વધારો બમણો કરી દેવાયો છે. દરેક પરિવારને વર્ષમાં ૧૨ સિલિન્ડર સબસિડી સાથેના મળવાપાત્ર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાના પાંચ કિલોગ્રામના સિલિન્ડર પર એ પ્રમાણમાં ભાવવધારો થશે. અગાઉ એક વર્ષ પહેલાં ૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ સરકારે આ પેટ્રોલિયમ કંપનીઓને સિલિન્ડર દીઠ બે રૂપિયાનો વધારો કરવા કહ્યું હતું.
દેશમાં સબસિડાઈઝ્ડ એલપીજીના ૧૮.૧૧ કરોડ ગ્રાહકો છે. તેમાં અઢી કરોડ ગરીબ મહિલાઓ પણ છે, જેમને ગયા વર્ષે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફત કનેક્શન આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે એલપીજી સિલિન્ડર પરની સબસિડીને સંપૂર્ણ રીતે પાછી ખેંચવા જઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જણાવ્યું કે, સરકારે સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓને આવતા વર્ષે માર્ચ સુધીમાં સબસિડીને સંપૂર્ણ પાછી ખેંચવા માટે દર મહિને સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં 4 રૂપિયા વધારો કરવા માટે કહ્યું છે.
ઓઈલ કંપનીઓ નવા આદેશ બાદ બે વખત ભાવ વધારી ચૂકી છે. 1 જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જે વિતેલા છ વર્ષમાં સૌથી વધારે હતો. સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની દિલ્હીમાં હાલમાં કિંમત 477.46 રૂપિયા છે. વિતેલા વર્ષે જૂનમાં તેની કિંમત 419.18 રૂપિયા હતી. સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 564 રૂપિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -