રવિવારે પેટ્રોલ પંપ બંધ કરવા પર થશે યોગ્ય કાર્રવાઈ, સરકારની ડીલર્સને ચીમકી
ડીલર્સ સંગઠનના પ્રતિનિધિઓએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેટ્રોલ અને ડીઝલ બચાઓના આહ્વાનને અનુરુપ છે. પરંતુ તેની સાથે જ તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે આર્થિક રીતે તેમને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંથી એક એ પણ હતું કે રવિવારની રજાના દિવસે કામ કરાવવા પર તેમને બે ગણી ચૂકવણી કરવી પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નિર્ણય હરિયાણા, મહારાષ્ટર્, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળની સાથે કેન્દ્રશાસિત પુડુચેરીમાં લાગુ થવાનો છે. સૂત્ર અનુસાર અધિકારીએ કહ્યું કે, હાલમાં રાહ જોઈને એ જોવાનું રહેશે કે આ નિર્ણયની કેટલી અસર થશે, કારણ કે પેટ્રોલિયમ ઉત્પાદન જીવન જરૂરી વસ્તુ તરીકે વર્ગીકૃત છે અને જરૂરત પડ્યે જરૂરી વસ્તુ અધિનિયમ (ઈસીએ)નો ઉપયોગ થઈ શકે છે.
પેટ્રોલિયમ મંત્રાલય સાથે જોડાયેલ એક સૂત્રએ સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ દ્વારા ડીલર માર્જિનમાં વધારો નહીં કરવાના વિરોધમાં 14 મેથી દર રવિવારે પેટ્રોલ પંપ બંધ કરવાના નિર્ણય વિશે પૂછવા પર કહ્યું કે, અમને મીડિયા દ્વારા પેટ્રોલિયમ ડીલરોના આ નિર્ણયની જાણ થઈ છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે, પેટ્રોલિયમ ડીલરોની રવીવારે પેટ્રોલ પંપ બંધ રાખવાની ધમકી પર ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જરૂરી વસ્તુઓની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય જોગવાઈ અનુસાર યોગ્ય કાર્રવાઈ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -