Jioએ વધારી ટેલિકોમ સેક્ટરની લોઈને લઈને RBIની ચિંતા, બેંકોને જોગવાઈ વધારવા કર્યો આદેશ
આરબીઆઈ બેંકોના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કહ્યું કે, તે 30 જૂન સુધી આ સેક્ટરનો રિવ્યૂ કરે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો આ વાતને જણાવે છે કે, આ ઓર્ગેનાઈઝેશનની લોન ભરવાની ક્ષમતા કેટલી છે. આરબીઆઈએ બેંકોને કહ્યું કે, તેના બોર્ડ સ્ટાન્ડર્ડ એસેટ પર જોગવાઈને લઈનો પોલિસી તૈયાર કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ક્ષેત્ર પર અંદાજે 4.6 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે, તે ભવિષ્યના કોઈપણ દબાણથી બચવા માટે ઉંચી જોગવાઈ કરે. એક્સપર્ટનું માનવું છે કે, રિલાયન્સ જિઓની એન્ટ્રી બાદ ગળાકાપ સ્પર્ધાને કારણે ટેલીકોમ ક્ષેત્રની આવક અને નફાને અસર થઈ છે.
રિઝર્વ બેંકના નોટીફીકેશન વિશે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI)એ કહ્યું છે કે, સરકારે ટેલીકોમ ક્ષેત્રના નાણાંકીય સંકટને લઈને તાત્કાલીક નીવેડો લાવવો જોઈએ.
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં રિલાયન્સ જિઓની એન્ટ્રી બાદ શરૂ થયેલ જોરદાર પ્રાઈસ વોરને કારણે અન્ય મોટી ટેલીકોમ કંપનીઓની ચિંતા વધી ગઈ છે. કંપનીઓની આવક ઘટી રહી છે અને નફા પર દબાણ જવા મળી રહ્યું છે. માટે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકને ટેલીકોમ ક્ષેત્રને આપેલ લોનની તાત્કાલીક સમીક્ષા કરવા માટે કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -