સુઝુકીએ લોંચ કર્યું ક્રુઝર બાઈક, લૂક જોઈને થઈ જશો ફિદા, જાણો કિંમત અને ફિચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીનો દાવો છે કે, Suzuki Intruder 44 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપશે. બીજા ફિચર્સની વાત કરીએ તો તેમા Dual Exhaust આપવામાં આવ્યા છે અને તેમા ડિઝિટલ કંટ્રોલ પણ આપવામા આવ્યા છે. Suzuki Intruderમા 17 ઇન્ચનાં ત્રણ સ્પોક એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. ફ્રન્ટમાં 41mm નો ટેલિસ્કોપિક ફો્ર્ક છે રિયરમાં 7 સ્ટેપ મોનોશૉર્ક આપવામાં આવ્યા છે.
Intruder 150મા Intruder 1,800 માફક જ ટ્રાઇંગલ હેડલેમ્પ આપવામાં આવ્યા છે અને આમા ડ્યૂલ સીટ સેટઅપ પણ છે, જેવું કે સામાન્ય ક્રૂઝર બાઇકમાં જોવા મળે છે. આ બાઇકમાં ફ્રન્ટ અને રિયર બંન્ને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. અને સિક્યોરિટી માટે ABS સ્ટાન્ડર્ડ પણ આપવમાં આવ્યુ છે. આ સિવાય તેમા એલઇડી ટેલ લાઇટ્સ પણ આપી છે.
ડિઝાઇનની વાત કરીએ તો આ Intruder M1800થી મળતી આવતી બાઇક છે અને તેને એક ક્રૂઝર બનાવવાનાં પુરા પ્રયત્ન કરવામા આવ્યા છે. જોકે તેની ચેસિસ Suzuki Gixxerની જ છે જેને કંપનીએ ભારતમાં પહેલા જ લૉન્ચ કરી હતી અને તે પ્રખ્યાત પણ થઇ છે. આ બાઇકમાં આપવામાં આવેલ એન્જીન 14.8 PSનો પાવર અને 14NMનો ટૉર્ક જનરેટ કરે છે. આ બાઇક 5 સ્પીડ મેન્યુઅલની સાથે આવે છે, બાઇકમાં 11 લીટરનાં ફ્યૂલની કેપેસિટી આપવામાં આવી છે.
આ કંપનનીનું હાઇએન્ડ બાઇક Intruder M1800થી ઇન્સપાયર છે જેમાં 1,800ccનું એન્જિન આપવામાં આવ્યું છે. Suzuki Intruderમા 155ccનું એન્જીન છે.
આ બાઇકમાં કોઇપણ પ્રકારનું મિકેનિકલ અને કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા નથી. આમાં મેટાલિક ઉર્ટ/મેટાલિક મેટ બ્લેક નંબર-2 અને ગ્લાસ સ્પાર્કલ બ્લેક/મેટાલિક બ્લેક મેટ ટાઇટેનિયમ સિલ્વર કલર ઓપ્શનમાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવાશે. Suzuki Intrudeને ગત વર્ષે નવેમ્બર મહિનામાં લૉન્ચ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ જાપાનની ઓટોમેકર સુઝુકીએ પોતાની નવી ક્રૂઝર બાઇક ઇન્ડિકેટર 150નું નવું વેરિએન્ટ લૉન્ચ કરી દીધું છે. કંપનીએ ભારતમાં Suzuki Intruderની ફ્યૂઅલ ઇન્જેક્શન (FI) વેરિએન્ટ લૉન્ચ કરી છે. કંપનીએ આની કિંમત 1.06 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ, દિલ્હી) રાખી છે. ફ્યૂઅલ ઇન્જેક્ટેડ વેરિએન્ટ કાર્બ્યૂરેટર એડિશનની સરખામણીમાં 7,000 રૂપિયા સુધી વધુ મોંઘી છે. કાર્બ્યૂરેટર એડિશનની હાલની કિંમત 99,995 રૂપિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -