આ કંપનીમાં કોઈ નહીં હોય બોસ! ક્રિએટિવિટી વધારવા ટાટા મોટર્સે સમાપ્ત કર્યા 10,000 હોદ્દા
ટાટા મોટર્સ જ નહીં પરતું છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી એવી કંપનીઓ છે જેમણે સિનિયોરિટી ક્રમને 14 લેવલ્સના બદલે 5 લેવલ્સ સુધી જ કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે આ નિર્ણયથી કાર્ય સંસ્કૃતિ સુધારવામાં મદદ મળશે.
કંપનીએ કર્મચારીઓને જાહેર કરેલા સર્ક્યુલરમાં કહેવાયું છે કે તેના તેઓ ડેઝિગ્નેશન અને પદાનુક્રમના માઇન્ડસેટથી મુક્ત થઇ જશે. કંપનીના એક સીનિયર એગ્ઝિક્યુટિવે કહ્યું કે આનાથી ટાટા મોટર્સના 10,000 એમ્પ્લોઇઝ પ્રભાવિત થશે.
નવી દિલ્હીઃ આવકના મામલે દેશની સૌથી મોટી ઓટો કંપની ટાટા મોટર્સે પોતાના તમામ કર્મચારીઓના પદનામ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. આવું કંપનીની અંદર રચનાત્મક વાતાવરણ પેદા કરવા અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, તેનાથી સમાનતાનો પ્રોત્સાહન મળશે. કંપની દ્વારા સમાપ્ત કરવામાં આવેલ પદમાં જનરલ મેનેજર, સીનિયર જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, વાઈસ પ્રેસિડન્ટ, સીનિયર વાઈસ પ્રિસડન્ટ જેવા મહત્ત્વપૂર્ણ હોદા પણ છે. બુધવારે જારી એક સર્ક્યુલરના માધ્યમથી ટાટા મોટર્સે પોતાના કર્મચારીઓને આ જાણકારી આપી છે.
નવી વ્યવસ્થા હેઠળ ટીમના બધા મેનેજર્સને હેડનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમના નામ પછી તેમના વિભાગનું નામ આપવામાં આવશે એટલે કે મેનેજર્સ હવે એક ટીમ હેડ કહેવાશે. આ ઉપરાંત સૌથી નીચલા સ્તરે કામ કરનારા એમ્પ્લોઇઝના નામની સાથે તેમના વિભાગનું નામ જોડાશે.