TCSએ રચ્યો નવો ઈતિહાસ: 100 બિલિયન ડોલર ક્લબની બની પહેલી ભારતીય કંપની
માર્કેટ ખૂલતાના પહેલા કલાકમાં ટીસીએસનો શેર રૂ.3,557ને ટચ કર્યો છે, જે તેની 52 વીક હાય સપાટી છે. બપોરે શેર 3500 પર ચાલે છે અને તેની માર્કેટ કેપ રૂ.6,70,747 કરોડ છે. એનએસઈના આંકડા મુજબ પહેલી જ 15 મિનિટના કારોબાર દરમિયાન ટીસીએસનું માર્કેટ કેપ રૂ.6,62,726.36 કરોડના સ્તરને પાર કરી ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારે શેરબજારમાં ઓપનિંગ સેશનના પ્રથમ એક કલાકમાં ટીસીએસના શેર્સમાં 4.41 ટકા અથવા લગભગ 151 રૂપિયા ઊછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે માર્કેટ બંધ થવા સમયે ટીસીએસનો શેર રૂ.3,402ના સ્તરે બંધ થયો હતો અને સોમવારે ટીસીએસના શેર 3,424ના સ્તરે ખુલ્યો હતો.
આ સાથે જ ટીસીએસ પહેલી ભારતીય કંપની બની છે જે 100 બિલિયન ડોલરમાં ક્લબમાં સામેલ થઈ હોય. ટીસીએસના ચડિયાતા પરિણામના કારણે શેરમાં તેજી આવી છે. નોંધનીય છે કે શુક્રવારે પર ટીસીએસ શેરમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો.
100 બિલિયન ડોલર એ વિશ્વના 128 દેશોની જીડીપી જેટલું મૂલ્ય છે, જે ટીસીએસ ધરાવે છે. ટીસીએસનું માર્કેટ કેપ હવે ભારતના કુલ બજેટ ખર્ચના ત્રીજા ભાગની થઈ ગઈ છે. ટીસીએસની માર્કેટ કેપ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બધી લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપ કરતાં પણ વધારે છે.
મુંબઈઃ ભારતીય શેરબજારમાં નેશનલ સ્ટોક એક્સચેંજ પર લિસ્ટેડ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ એટલે કે ટીસીએસએ સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ધમાકેદાર પર્ફોમન્સ આપીને માર્કેટ કેપમાં 100 બિલિયન ડોલર ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
શુક્રવારે ટીસીએસના શેર્સે લગભગ રૂ.40,000 કરોડનો ફાયદો કંપનીના વેલ્યૂએશનમાં કર્યો હતો. જેના કારણે કંપની 100 બિલિયનના ક્લબમાં સામેલ થવાની નજીક પહોંચી ગઈ હતી. વિશ્વમાં 100 બિલિયન ડોલર માર્કેટ-કેપ કંપનીઓની એક ખાસ ક્લબ છે, જેમાં અમેઝોન અને ફેસબૂક સહિત માત્ર 63 કંપનીઓનો સમાવેશ થાય છે. હવે તેમાં ટીસીએસએ સ્થાન મેળવી લીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -