✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રિલાયન્સ Jioની સર્વિસ મેળવવાનો આ છે સૌથી સરળ રસ્તો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2016 02:38 PM (IST)
1

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની સર્વિસ શરૂ થયા બાદ ગ્રાહકો તરફતી સૌથી વધારે ફરિયાદ સિમ ન મળવાને લઈને થઈ રહી છે. અમુક વિસ્તારમાં સિમ મળી પણ જાય તો એક્ટિવ થવામાં દિવસો નીકળી જાય છે. આવી સ્થિતિમાં રિલાયન્સ જિઓની સર્વિસ લેવાનો સૌથી સરળ રસ્તો છે કે તમે તમારા હાલના મોબાઈલ નંબરને જિઓ પર પોર્ટ કરાવી દો. તેના માટે ગ્રાહકોએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી(એમએનપી)નો પ્રયોગ કરવાનો રહેશે. રિલાયન્સ જિઓને મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરે લોન્ચ કર્યું હતું. 31 ડિસેમ્બર સુધી 'જિયો વેલકમ ઓફર' અંતર્ગત જિઓની ડેટા, કોલ તમામ સર્વિસ ફ્રીમાં છે. બાદમાં પેક અનુસાર, ચાર્જ આપવાનો રહેશે. જિયો અંતર્ગત કોલિંગ સર્વિસ લાઈફ ટાઈમ ફ્રી છે.

2

સૌથી પહેલા તમારે પોતાના કરન્ટ ઓપરેટર પાસે એમએનપી માટે ટેકસ મેસેજ મોકલવાનો રહેશે. તેના માટે મેસેજ બોકસમાં PORT લખીને 1900 નંબર પર મોકલવાનો રહેશે. આ ફોર્મેટમાં એસએમએસ મોકલોઃ ફરીથી તેને 1900 પર સેન્ડ કરી દો. તેના માટે કોઈ પણ ચાર્જ નહીં લાગે. આ મેસેજને સેન્ડ કર્યા બાદ તમને યુનિક પોટિંગ કોડ(યુપીસી)નો એસએમએસ આવશે. આ કોડ 15 દિવસ માટે વેલિડ રહે છે. કસ્ટમર બાદમાં પોતાના નંબરને રિલાયન્સમાં પોર્ટ કરી શકે છે.

3

કસ્ટમર કોઈ પણ રિલાયન્સ મોબાઈલ સ્ટોરમાં જઈને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ(સીએએફ) ભરે. મોબાઈલ સ્ટોર અથવા રિટેલરની પાસે આ ફોર્મની સાથે કેટલાક જરૂરી ડોકયુમેન્ટ જેવા કે એડ્રેસ પ્રુફ, આઈડેન્ટેટી પ્રુફ અને એક ફોટો આપવાનો રહેશે. આ પ્રોસેસને પુરી કર્યા બાદ રિલાયન્સ મોબાઈલ સ્ટોર અથવા રિટેલ તમને એક સીમ ઈસ્યુ કરશે. આ સીમ એક વખત એકટિવેટ થયા બાદ તમે જૂના નંબર પર જ રિલાયન્સ જિયોની સર્વિસનો લાભ લઈ શકશો.

4

રિલાયન્સ જિયો સિમને એકટીવેટ કરવામાં 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે. નવું સિમ એકટીવેટ થયા બાદ જૂનુ સિમ ડિએકટીવેટ થઈ જશે. તેના માટે તમારે 19 રૂપિયા ફીસ આપવાની રહેશે.

5

નંબર પોર્ટ થયા બાદ સિમ એકટીવેટે થતા પહેલા ફોન બે કલાક માટે ડેડ થઈ શકે છે. આ સમય રાતના 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી હોઈ શકે છે. એક વાર તમારું સિમ નો સર્વિસ બતાડવા મડે પછી તમે નવું રિલાયન્સ જિયો સિમ લગાવી શકો છો. એ વાત પણ ધ્યાનમાં રાખો કે એક વાર જિઓમાં નંબર પોર્ટ કરાવ્યા બાદ તમે 90 દિવસ સુધી એમએનપી પોતાના જૂના ઓપરેટર અથવા કોઈ અન્યની પાસે નહીં કરાવી શકો. એજીએમમાં મુકેશ અંબાણીએ તમામ ઓપરેટર્સને અપીલ કરી હતી કે તે કસ્ટમરના એમએનપી અધિકારોને ન રોકે.

  • હોમ
  • બિઝનેસ
  • રિલાયન્સ Jioની સર્વિસ મેળવવાનો આ છે સૌથી સરળ રસ્તો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.