31 ડિસેમ્બર બાદ બ્લોક થઈ જશે તમારું ATM કાર્ડ, શું તમે નવા કાર્ડ માટે અરજી કરી?
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના એક આદેશ અનુસાર તમારું એટીએમ કાર્ડ 1 જાન્યુઆરી 2019થી બેકાર થઈ જશે. આરબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડને 31 ડ ડિસેમ્બર 2018 સુધીમાં EMV ચિપવાળા કાર્ડમાં બદલવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ આ પગલું લેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર EMV ચીપ કાર્ડ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ કરતાં વધારે સુરક્ષિત છે અને તેમાં ફ્રોડ થવાનું જોખમ ઓછું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંક દ્વારા ટ્વિટ કરાયેલ માહિતી અનુસાર, જૂના એટીએમ કાર્ડના બદલામાં ઇવીએમ ચિપ ડેબિટ કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે નવા કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ ઉપરાંત, બેંક શાખામાં પણ અરજી કરવાનો વિકલ્પ છે. બેંકે ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડને બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર, 2018થી તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
જો તમારી પાસે જૂનું મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તાત્કાલિક બદલો કારણ કે જૂના કાર્ડ બંધ થઈ રહ્યાં છે. જો તમે આ ન કર્યું હોય, તો તમે તમારા જૂના એટીએમમાંથી કોઈપણ કામ કરી શકશો નહીં કારણ કે બેંકોના એટીએમ મશીનો તમારા કાર્ડને સ્વીકારશે નહીં.
રિઝર્વ બેન્ક મુજબ, મેગ્નેટીક સ્ટ્રાઇપ કાર્ડ હવે જૂની ટેકનીક છે. આવા કાર્ડ હવે બંધ થઈ ગયા છે કારણ કે આ કાર્ડ્સ સંપૂર્ણપણે સુરક્ષિત નથી, જેના કારણે તે બંધ થઈ ગયા છે. હવે તેના બદલે ઇએમવી ચિપ કાર્ડ બદલવામાં આવ્યું છે. તમામ જૂના કાર્ડ્સ નવા ચિપ કાર્ડ્સ દ્વારા બદલવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -