Jioથી પણ સસ્તો ડેટા આપી રહી છે આ કંપનીઓ, જાણો ક્યા પ્લાન છે બેસ્ટ...
આઈડિયાએ બે અનલિમિટેડ પોસ્ટપેઈડ પ્લાન લોન્ચ કર્યા છે. પ્રથમ પ્લાન 999 રૂપિયાનો છે જેમાં ગ્રાહકોને 12 જીબી ડેટા મળશે અને અન્ય પ્લાનમાં 499 રૂપિયામાં ગ્રાહકોને 9જીબી ડેટા મળશે. બન્ને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, રોમિંગ અને મેસેજ ફ્રી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરટેલે પણ આ ક્રમમાં નવા પ્લાન રજૂ કર્યા હતા. કંપનીએ 345 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાન ઉતાર્યા છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 1જીબી ડેટાની સાથે ફ્રી લોકલ અને એસટીડી કોલ્સ આપવામાં આવે છે. એટલે કે 1 જીબી ડેટા 11 રૂપિયામાં પડશે. 1 જીબી ડેટામાંથી 500 એમબી દિવસે અને 500 એમબી રાત્રે ઉપયોગ કરી શકાશે. આ માટે કંપનીએ 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સે હાલમાં જ બે ઓફર લોન્ચ કરી હતી. જેમાં 49 રૂપિયામાં 28 દિવસની વેલિડિટી સાથે 1 જીબી 4જી ડેટા આપવામાં આવ્યો હતો. જ્યારે 51 રૂપિયામાં 1 જીબી 4જી ડેટાની ઓફર આપી હતી જેની વેલિડિટી એક દિવસની હતી. એવામાં આરકોમના આ લેટેસ્ટ ડેટા ઓફર અત્યાર સુધીની સૌથી સસ્તી ઓફ છે. બીજી ઓફરમાં કંપનીએ 149 રૂપિયામાં 3જીબી 4જી ડેટાની ઓફર આપી છે. આ પ્લાન અંતર્ગત અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ પણ કરી શકાય છે. આ ઓફરની વેલિડિટી 28 દિવસની છે.
ટેલીનોરે પણ પોતાના યૂઝર્સ માટે ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. આ ઓફરમાં માત્ર 47 રૂપિયામાં 56 જીબી ડેટા મળશે. એટલે કે કંપની માત્ર 83 પૈસામાં 1 જીબી 4જી ડેટા આપી રહી છે. 4જી ડેટાના મામલે આ પ્લાન તમામ કંપનીઓ કરતાં સસ્તો છે. જોકે આ પ્લાનનો લાભ માત્ર એવા યુઝર્સ જ લઈ શકશે જેને આ અંગે મેસેજ આવ્યા હશે. ઉપરાંત આ પ્લાન 4જી સર્કલના યુઝર્સ માટે પણ છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની ફ્રી સર્વિસ બેંધ થવાને આડે હવે માત્ર 3 દિવસ વધ્યા છે. 1 એપ્રિલથી જિઓએ 303 રૂપિયામાં 28 દિવસ સુધી 4જી ડેટા આપવાની જાહેરાત કરી છે. જેના પહેલા તમારે 99 રૂપિયા ચૂકવવા પડશે ત્યાર બાદ જ આ સેવાનો લાભ મળશે. જોકે જિઓ સામે ટક્કર જીલવા માટે અન્ય ટેલીકોમ ઓપરેટરોએ પણ કમર કસી છે. આ વોરમાં એરટેલ, વોડાફોન, રિલાયન્સ કોમ્યુનિકેશ, ટેલિનોર જેવી કંપનીઓ સામેલ છે. અમે તમને અન્ય ટેલીકોમ કંપનીઓના સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. સસ્તા પ્લાન વિશે વાંચો આગળની સ્લાઈડ્સમાં....
- - - - - - - - - Advertisement - - - - - - - - -