મારુતિએ એક વર્ષમાં વેચી 1.1 લાક વિટારા બ્રેઝા, ગ્રાહકોને 20 સપ્તાહ સુધી રાહ જોવી પડી રહી છે
મારુતિ સુઝુકી વિટારા બ્રેઝામાં અનેક સેફ્ટી ફીચર્સનો સમાવેશ થાય છે. કાર છ ટ્રિમમાં ઉપલબ્ધ હશે. જ્યારે કારના LDi અને VDi ટ્રિમમાં પેસેન્જર સાઇડ એરબેગ, એબીએસ અને ઇબીડીને સ્ટાન્ડર્ડ ફીટરમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ ટ્રિમમાં આ સેફ્ટી ફીચર્સ તરીકે ઉપલબ્ધ બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સુઝુકી વિટારા બ્રેઝામાં 1.3 લિટર, 4 સિલીન્ડર ડીડીઆઇએસ ડીઝલ એન્જિન લાગેલું છે, જે 88.5 બીએચપીનો પાવર અને 200 એનએમનો ટોર્ક આપે છે. આ એન્જિનને 5 સ્પીડ ગિયર બોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે. હાલમાં આ બધુ જ કોમ્પેક્ટ એસયુવી ડીઝલ એન્જિન ઓપ્શનની સાથે જ ઉપલબ્ધ બનશે. કંપનીનો દાવો છે કે આ કાર 24.3 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપશે.
કારમાં લાગેલા સેન્ટ્રલ કોન્સોલમાં ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ (સ્માર્ટ અને એપ્પલ કારપ્લે), ઇન બિલ્ટ નેવિગેશન, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, કીલેસ એન્ટ્રી, રિવર્સ પાર્કિંગ કેમેરો, પુશ બટન સ્ટાર્ટ, ક્રૂઝ કંટ્રોલ, કૂલ્ડ અપર ગ્લવબોક્સ અને સ્લાઇડિંગ ફ્રન્ટ આર્મરેસ્ટ લગાવવામાં આવ્યા છે. આ કારની સાથે કંપની સ્પેશિયલ એસેસરી પેકેજ પણ આપશે, જેમાં ડ્યૂઅલ એક્સટિરીયર કલરનો ઓપ્શન ઉપલબ્ધ હશે.
મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાને સુઝુકી ગ્લોબલ સી પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ સબ-કોમેક્ટ એસયુવીની લંબાઇ 39,995 સેમી, પહોળાઇ 1790 એમએમ અને ઊંચાઇ 1640 એમએમ છે. ગાડીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 198 એમએમનું છે. કારમાં લાગેલા મસ્ક્યુલર બમ્પર અને ફોગ લેમ્પ તેને એસયુવીનો લૂક આપે છે. કારમાં બીટ સ્પેલ 328 લિટરની છે.
2011-12માં કંપનીની ડીલરશિપની સંખ્યા 1100 હતી જે 2016-17માં 2007 થઈ ગઈ છે. વિતેલા પાંચ વર્ષ દરમિયાન કંપનીએ દરેક નાણાંકીય વર્ષમાં સરેરાશ 200 આઉટલેટ્સ ખોલ્યા. 2011-12માં કંપનીની ઉપસ્થિતિ 800 શહેરમાં હતી જે 2016-17માં 1643 થઈ ગઈ.
મારુતિનો વેચાણ નેટવર્કનો આંકડો 2000ને પાર કરી ગયો છે. તેવી જ રીતે કંપનીની નેટવર્કની પહોંચ 1643 શહેર સુધી પહોંચી ગઈ છે. કંપનીનો 2020 સુધીમાં વાર્ષિક વેચાણ 20 લાખ એકમ સુધીનો છે. વિતેલા પાંચ વર્ષ દરમિયાન કંપનીએ પોતાના નેટવર્કનું ઝડપથી વિસ્તરણ કર્યું છે.
મારુતિ સુઝુકી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી કેનિચી આયુક્વાએ કહ્યું કે, ખૂબ જ ઓછા સમયમાં વિટારા બ્રેઝાએ ભારતમાં એસયૂવી બજારને અલગ રીતે વ્યાખ્યાતિત કરી છે. તેમણે કહ્યું કે, યૂટિલિટી વ્હીકલનું વેચાણ વધ્યું છે જે હાલના નામાંકીય વર્ષના એપ્રિલ-ફેબ્રુઆરી ગાળામાં 120 ટકાથી વધારે છે. આ ગાળામાં કંપનીએ કુલ 1,77,430 યૂટિલિટી વાહનોનું વેચાણ કર્યું છે જ્યારે વિતેલા વર્ષે આ આંકડો 80522 એકમનો હતો.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ઇન્ડિયાની કોમ્પેક્ટ એસયૂવી વિટારા બ્રેઝા બજારમાં આવ્યાના એક વર્ષની અંદર જ 1.1 લાખ યૂનિટ વેચાઈ ગયા છે. વિડારા બ્રેઝાને કંપનીએ વિતેલા વર્ષે માર્ચ મહિનામાં બજારમાં ઉતારી હતી. હાલમાં કંપની પાસે 50,000 કારનું બુકિંગ માટે વેઈટિંગ છે. ગ્રાહકોને તેના જુદા જુદા મોડલ પ્રમાણે અંદાજે 20 સપ્તાહ સુધી રાહ જોવી પડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -