ડેબિટ-ક્રેડિટ કાર્ડથી લઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે આપવો પડે છે ચાર્જ
નવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારે સામાન્ય નાગરિકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે કહ્યું જેથી લેવડ દેવડમાં પારદર્શિતા આવી શકે. ભારતીય રિઝર્વ બેંકે પણ 10 મુખ્ય ઇલેક્ટ્રોનિક પેમેન્ટ વિકલ્પની ઓળખ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT), રિયલ ટાઈમ ગ્રોસ સેટલપમેન્ટ (RTGS), ઇમિડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS), ચેક, નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (એનએસીએચ), યૂનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા (USSD), ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, પ્રીમેન્ટ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઈ) અને મોબાઈલ બેન્કિંગ સામેલ છે. આજે અમે તમને ડિજિટલ ટ્રાન્ઝેક્શન રોકડ પેમેન્ટની તુલનામાં કેવી રીતે મોંઘું પડે છે અને કેવી રીતે તમારે વધારે ચાર્જ આપવો પડે છે.
જ્યારે તમે ક્રેડિટા અથવા ડેબિટ કાર્ડથી સ્વાઈ મશીન દ્વારા પેમેન્ટ કરો છો તો વિચારો છો કે આ ફ્રી છે. ત્યારે તમે એ ભૂલી જાવ છો કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે તમારી પાસે એક ફી બેંકને ચૂકવવાની હોય છે. આવા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી 200 રૂપિયાથી વધારે હોય છે. એ પણ ન ભુલવું જોઈએ કે, તમારું ડેબિટ કાર્ડ એક એટીએમ કાર્ડની જેમ જ કામ કરે છે. અને જો તમે મિનિમમ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી લો તો બાદમાં એટીએમમાં કરવામાં આવતા દરેક ટ્રાન્ઝેક્શન માટે તમારે 15-20 રૂપિયા ચૂકવવા પડે છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે તમે દુકાનદારને ક્યાં તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો તેણે બેંક ઉપરાંત પેમેન્ટ નેટવર્ક જેમ કે વીઝા, માસ્ટરકાર્ડ અથવા રૂપેને ચાર્જ આપવાનો હોય છે. મોટા ભાગના કેસમાં દુકાનદાર આ ચાર્જ તમારી પાસેથી જ વસૂલતા હોય છે.
ફંડ ટ્રાન્સફર માટે તમે સામાન્ય રીતે નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગની મદદ લો છો. તેમાં લોગ ઇન કરવા માટે તમારી પાસેથી કોઈ ચાર્જ નથી લેવામાં આવતો જ્યારે તમે NEFT દ્વારા કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે 2.5થી 25 રૂપિયા અને RTGS માટે 30થી 55 રૂપિયા આપવા પડે છે. જ્યારે દરેક IMPS ટ્રાન્ઝેક્શન માટે 5-15 રૂપિયા ચાર્જ આપવો પડે છે.
જોકે તમે તમારી મોબાઈલ એપના UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો તો તે હાલમાં ફ્રી છે. જોકે, બાદમાં શક્ય છે કે, તમારે તેના માટે પણ ચાર્જ ચૂકવવો પડે. ઉલ્લેખનીય છે કે, એપ તો ફ્રી છે પરંતુ તેને ડાઉનલોડ કરવા માટે ડેટાનો ચાર્જ તમારે જ આપવો પડે છે ભલે પછી તે ગમે તેટલો ઓછો હોય.
USSD અને UPI માધ્યમથી પેમેન્ટ કરવા પર હાલમાં કોઈ ચાર્જ નથી આપવો પડતો. પરંતુ શક્ય છે કે ભવિષ્યમાં તેના દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ વસૂલવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -