આજથી બદલાઈ ગઈ તમારા રૂપિયા સાથે જોડાયેલ આ સેવાઓ, ઉપયોગ કરતાં પહેલા વાંચો શું થશે અસર...
આજથી ગોલ્ડ જ્વેલરી પર હોરમાર્કિંગ ફરજિયાત છે. સરકારે 1 જાન્યુઆરી 2018થી 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. તેનાથી ગ્રાહકોને સોનાની શુદ્ધતા ઓળખવામાં સરળતા રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઈ સાથે મર્જ થયેલ બેંકોની ચેક બુક આજથી નહીં ચાલે. જો તમે આ બેંકના ગ્રાહક છો જે બેંક એસબીઆઈમાં મર્જ થઈ ગઈ છે તો તેની જૂની ચેક બુકનો ઉપયોગ હવે તમે નહીં કરી શકો.
આજથી કાર ખરીદવાનું મોંઘુ થઈ ગયું છે. મારુતિએ અલગ અલગ મોડલની કિંમત 22,000 હજાર રૂપિયા, ફોક્સવેગને 20,000 રૂપિયા, ટાટ મોટર્સ અને હોન્ડા મોટર્સે 25,000 રૂપિયા, ટોયોટા, સ્કોડા અને મહિન્દ્રાએ 3 ટકા સુધી કિંમત વધારવાની જાહેરાત કીર છે. હીરો મોટોકોર્પે બાઈકની કિંમતમાં 400 રૂપિયાનો વધારો કર્યો છે.
એક બાજુ આરબીઆઈએ એમડીઆર ચાર્જ ઘટાડી દીધો છે. તો મોદી સરકારે પણ 2000 રૂપિયા સુધીની લેવડ દેવડ પર લાગતા એમડીઆર ચાર્જ ખુદ ભોગવવાનો નિર્ણય કર્યો છે. 1 જાન્યુઆરીથી 2000 રૂપિયા સુધીનો સામાન ખરીદશો તો તમારે કોઈ એમડીઆર ચાર્જ આપવો નહીં પડે, માટે સામાન ખરીદતા સમયે આ વાતને ધ્યાનમાં રાખવી.
આજથી ડેબિટ કાર્ડ પર લાગતા એમડીઆર ચાર્જીસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ડેબિટ કાર્ડથી લેવડ દેવડ ખૂબ જ સસ્તી થઈ જશે. એમડીઆરના નવા દર આજથી લાગુ થઈ જશે. આરબીઆઈએ એમડીઆર ચાર્જને કારોબારીના ટર્નોવર સાથે જોડી દીધા છે. એટલે હવે તમારે એમડીઆર ચાર્જ આપવો નહીં પડે.
1 જાન્યુઆરી, 2018થી તમે ઘર બેઠે તમારું મોબાઈલ સિમ આધાર સાથે લિંક કરી શકશો. આમ તો આ સુવિધા 1 ડિસેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ ટેલીકોમ કંપનીઓ તૈયાર ન હોવાને કારણે એક મહિનો આગળ વધારવામાં આવી હતી. આજથી હવે તમે ઓટીપી અથવા અન્ય રીતે સીમને આધાર સાથે લિંક કરી શકો છો.
નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆત થતા જ સામાન્ય વ્યક્તિના જીવનમાં અનેક ફેરફાર થાય છે. નવી શરૂઆતની સાથે જ કેટલીક નવી વસ્તુંનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આજે એટલે કે 1 જાન્યુઆરી 2018થી અનેક વસ્તુમાં મોટા ફેરફાર થયા છે. આ એવી વસ્તુ છે જે તમારા રોજીંદા જીવનમાં અસર કરે છે. તેમાં બેન્કિંગથી લઈને શોપિંગ સુધી સામેલ છે. આ ફેરફાર વિશે તમારે જાણવું જરૂરી છે. જો આ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલા તેની જાણકારી નહીં મેળવો તો તમને નુકસાન થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -