25 હજાર રૂપિયા સુધી મોંઘી થઈ ટાટા મોટર્સની કાર, આ કંપની પણ વધારશે કિંમત
31 ડિસેમ્બર સુધી ચાલનારા ડિસ્કાઉન્ટ બાદ તમારે કાર માટે નવા વર્ષમાં વધારે કિંમત ચૂકવવી પડશે. આ તમામ કંપનીઓ તરફથી વધારવામાં આવેલ કિંમત જાન્યુઆરી મહિનાથી લાગુ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાટા મોટર્સ અને મારુતિ ઉપરાંત હોન્ડા કાર્સ પણ પોતાની કારની કિંમતમાં વધારો કરવાની છે. કારની કિંમત વધવા માટે ઇનપુટ કોસ્ટમાં વધારો હાવનું કહેવામાં આવી રહ્યું છે.
ટાટ મોટર્સની જેમ જ મારુતિ અને હ્યુન્ડાઈ પણ કારની કિંમતમાં વધારો કરવાનું મન બનાવી ચૂકી છે. વર્ષ 2017ના અંતમાં આ કંપનીઓએ આ પ્રકારના સંકેત આપ્યા હતા કે તેની કારની કિંમત 1 લાખ રૂપિયા સુધી વધી શકે છે.
કંપનીએ કોમ્પેક્ટ એસયૂવી, નેક્સોનની શરૂઆતની કિંમત પણ ફેરફાર કર્યા છે. આ કાર નેક્સ ડિઝાઈન, પરફોર્મન્સ અને ટેક્નોલોજી ફીચર સાથે આવે છે. તેની સાથે જ તેની કિંમત પણ આજથી બદલાઈ જશે.
ટાટ મોટર્સે પેસેન્જર વ્હીકલ્સ કારની પોતાની જૂની રેન્જની કિંમત 25 હજાર રૂપિયા સુધી વધારી છે. તેની શરૂઆત જાન્યુઆરીથીથશે. કારની કિંમતમાં ઇનપુટ કોસ્ટ વધવાને કારણે વધારો કરાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રથમ દિવસથી જ ટાટા મોટર્સની કાર માટે તમારે 25 હજાર રૂપિયા વધારે ચૂકવવા પડશે. કંપનીએ 11 ડિસેમ્બરે જ કિંમતમાં વધારાની જાહેરાત કરી દીધી હતી. કંપનીએ કહ્યું હતું કે, તે પેસેન્ટર વ્હીકલની કિંમતમાં 25 હજાર રૂપિયા સુધીનો વધારો કરશે અને કિંમત 1 જાન્યુઆરી એટલે કે આજથી લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -