✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ મંદિરે 2780 કિલો સોનું સરકારની પાસે કરાવ્યું જમા, લોંગ ટર્મ ડિપોઝિટ સ્કીમમાં કર્યું રોકાણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Aug 2017 12:47 PM (IST)
1

તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન મંદિરે 12 વર્ષ માટે આ રોકાણ કર્યું છે, મંદિરના ટ્રસ્ટે ફેબ્રુઆરીમાં 2075 કિલો સોનું શોર્ટ ટર્મ ડિપોઝિટ સ્કીમથી લોંગ ટર્મ ડિપોઝિટ સ્કીમમાં ફેરવ્યું હતું જ્યારે 705 કિલો સોનું ટ્રસ્ટે મેમાં મુંબઈ મિંટને સોંપ્યું હતું અને તેને પણ લોંગ ટર્મ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત રોકાણ કર્યું છે.

2

સરકારેદેશમાં સોનાની જરૂરત માટે આયાત પર રાખવો પડતો આધાર ઘટાડવા માટે ગોલ્ડ મોનેટાઈઝેસન સ્કીમની શરૂઆત કરી હતી તે અંતર્ગત ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ પણ શરૂ થઈ છે, આ સ્કીમ અંતર્ગત લાંબા ગાળા માટે ડિપોઝિટ કરવામાં આવેલ સોના પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની શરૂઆત 2015માં થઈ હતી અને અત્યાર સુધી આ સ્કીમ અંતર્ગત અંદાજે 7000-8000 કિલો સોનાનું રોકાણ થયું છે. સ્કીમનો ઉદ્દેશ ઘરમાં પડેલ સોનું બહાર કાઢવાનો અને સોનાની આયાત ઘટાડવાનો છે.

3

સોનાના હાલના ભાવ અનુસાર તિરૂપતિ તરફતી ડિપોઝિટ કુલ સોનાની કિંમત અંદાજે 834 કરોડ રૂપિયા થવા જાય છે. સરકારે જે ગોલ્ડ ડિપોઝિટ સ્કીમને શરૂ કરી છે તે અંતર્ગત દેશના સૌથી ધનાઢ્ય ગણાતા તિરુપતી ટ્રસ્ટે ખૂબ મોટું રોકાણ કર્યું છે.

4

મુંબઈઃ સરકારની ગોલ્ડ ડિપોઝિટ સ્કીમમાં દેશના સૌથી ધનાઢ્ય ગણાતા મંદિરે ખૂબ મોટું રોકાણ કર્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાન મંદિરે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત 2780 કિલો સોનું જમા કરાવ્યું છે. મંદિરના ટ્રસ્ટે એક પ્રેસ રિલીઝ જારી કરીને ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત એસબીઆઈમાં જમા કરાવવામાં આવેલ સોનાની જાણકારી આપી છે.

  • હોમ
  • બિઝનેસ
  • આ મંદિરે 2780 કિલો સોનું સરકારની પાસે કરાવ્યું જમા, લોંગ ટર્મ ડિપોઝિટ સ્કીમમાં કર્યું રોકાણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.