TVSએ લોન્ચ કરી નવી બાઇક, પલ્સરને આપશે ટક્કર
TVS અપાચે 200નો મુકાબલો બજાજની પલ્સર NS200 સાથે થશે. પલ્સર એનએસ200માં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની સુવિધા છે અને તેની કિંમત 1.09 લાખ રૂપિયા છે.
EFI અને ABS વેરિયેન્ટ પસંદગીના ડીલર્સને ત્યાં જ મળશે તેમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.
સ્લિપર કલચ ટેકનોલોજીવાળા કાર્બ્યુરેટર વેરિયન્ટની કિંમત 95,185 રૂપિયા, EFI એન્જિન સાથે . સ્લિપર કલચવાળા વેરિયન્ટની કિંમત 1,07,885 રૂપિયા અને સ્લિપર કલચ સાથે કાર્બ્યુરેટર અને એબીએસવાળા વેરિયન્ટની કિંમત 1,08,985 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત એક્સ શો રૂમ દિલ્હીની છે.
મિકેનિકલ રીતે આ બાઇકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં જૂના મોડલની જેમ જ 197.5 ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે 20.21 બીએચપી કાર્બ્યુરેટર વેરિયન્ટમાં અને 20.71બીએચપી ઈએફઆઈ વેરિયન્ટમાં જનરેટ કરી છે. બંનેમાં પિક ટોર્ક 18.1 એનએમ જ રહેશે.
એડવાન્સ્ડ એ-આરટી સ્લિપર ક્લચ આપવામાં આવી હોય તેવી અપાચે આરટીઆર 200 4વી રેસ એડિશન 2.0 સેગમેન્ટની પ્રથમ બાઇક છે. રેસિંગ માટે આ ખાસ ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ટેક્નોલોજીથી કલચ ઓપરેટ કરતી વખતે લાગતા સમયમાં 22 ટકા સુધી ઘટાડો કરે છે. જેનાથી કલચ હેન્ડલિંગ સરળતાથી અને ઝડપથી થાય છે.
નવી દિલ્હીઃ ટીવીએસ મોટર કંપનીએ ન્યૂ જનરેશન TVS Apache RTR 200 4V લોન્ચ કરી છે. જેને Race Edition 2.0 નામ આપવામાં આવ્યું છે. નવી અપાચે આટીઆર 200 4વીમાં એન્ટી રિવર્સ ટોર્ક સ્લિપર ક્લચ ટેક્નોલોજી આપવામાં આવી છે