હવે મોબાઇલ સાથે જોડાઇ જશે તમારું સ્કૂટર, આ કંપનીએ લૉન્ચ કર્યું બ્લૂટૂથ કનેક્ટિવિટી વાળુ સ્કૂટર
ડે ટાઇમ રનિંગ લાઇટ્સથી લેસ આ સ્કૂટરને ચાર કલર, મેટ યલો, મેટ ગ્રીન, મેટ રેડ અને મેટ વાઇટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આની કિંમત 58,750 રૂપિયા (દિલ્હી એક્સ શૉરૂમ) છે. કંપનીએ આગામી 12 મહિનામાં આ સ્કૂટરના 2,00,000 યૂનિટ્સનું વેચાણ કરવાની યોજના બનાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા સ્કૂટરમાં ફલ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરની સાથે કેટલાય એડવાન્સ અને હાઇટેક ફિચર્સને સામેલ કરવામાં આવ્યા છે. આમાં નેવિગેશન આસિસ્ટ, ટૉપ સ્પીડ રેકોર્ડર, ઇન-બિલ્ટ લેપ-ટાઇમર, સર્વિસ રિમાઇન્ડર, ટ્રિપ મીટર, એન્જિન ઓઇલ તાપમાનની સાથે મલ્ટી-રાઇડ સ્ટ્રેટેસ્ટિક મોઇલ સામેલ છે. આ ઉપરાંત એનટોર્ક 125માં સ્ટાઇલિશ હેડલાઇટની સાથે એલઇડી ટેલલેમ્પ અને ડાયમન્ડ કટ એલૉય વીલ્જ પણ સામેલ છે.
કંપનીનો દાવો છે કે, સ્કૂટરની ટૉપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાકની છે, જેના માટે TVS રેસિંગ પેડિગ્રી ટેકનોલૉજીનો યૂઝ કરવામાં આવ્યો છે.
CVTi-REVV ટેકનોલૉજી વાળા આ સ્કૂટરમાં 124.8cc સિંગલ સિલિન્ડર, 4-સ્ટ્રૉક, 3-વાલ્વ, એર-કુલ્ડ SOHC એન્જિન આપવામાં આવ્યું છે. આ 9.4bhp નો પાવર અને 10.5 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
ટીવીએસનું આ સ્કૂટટમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ અને નેવિગેશન જેવા હાઇટેક ફિચર્સ આપ્યા છે. આ ભારતનું આ ટેકનોલૉજી વાળું સ્કૂટર છે, એટલે કે આ સ્કૂટરને બ્લૂટૂથ દ્વારા ફોન સાથે કનેક્ટ કરી શકાય છે.
મુંબઇઃ ટેકનોલૉજીની દુનિયા હવે વધુ આગળ વધી રહી છે. અત્યારે દરેકના હાથમાં મોબાઇલ ફોન છે અને તેનાથી કેટલાય અઘરા કામકાજ આસાન બની ગયા છે. હવે તમારા મોબાઇલ સાથે તમારું સ્કૂટર પણ જોડાઇ જશે, ટીવીએસ મોટર કંપનીએ ભારતમાં પોતાનું પહેલું બ્લૂટૂથ કનેક્ટિવિટી વાળુ સ્કૂટર લૉન્ચ કરી દીધું, જેનું નામ NTORQ 125સીસી સ્કૂટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -