રિઝર્વ બેંકની નવી પહેલ, 10 ટકા ATMમાંથી નિકળશે માત્ર 100 રૂપિયાની નોટ
કેન્દ્રીય બેંકના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સ્વચ્છ નોટની નીતિ અંતર્ગત લોકોને 100 રૂપિયાની નોટની જરૂરિયાને પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બેંકોએ પોતાના એટીએમમાં પૂરતી સંખ્યામાં 100 રૂપિયાની નોટ રાખવી જોઈએ. બેંકોને આ દિશામાં પ્રોત્સાહિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત દેશમાં 10 ટકા એટીએમમાંથી ખાસ કરીને 100 રૂપિયાની નોટ કાઢી શકાશે.
રિઝર્વ બેંકે કહ્યું કે, બેંકોને સલાહ આપવામાં આવે છે કે, તે પોતાના 10 ટકા એટીએમમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરે. રિઝર્વ બેંકે હાલમાં જ બેંકોના આ પગલાની સમીક્ષા કરી, જે અંતર્ગત આવા એટીએમ લગાવવામાં આવવાના છે, જે ઓછા મૂલ્યની નોટ આપે.
મુંબઈઃ બેંકો દ્વારા લોકોની 100 રૂપિયાની નોટની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતીય રિઝર્વ બેંક એક વિશેષ પહેલ કરવા જઈ રહી છે. આરબીઆઈ એક એવી પાયલોટ યોજના પર કામ કરી રહી છે જે અંતર્ગત દેશભરમાં 10 ટકા એટીએમમાંથી માત્ર 100 રૂપિયાની નોટ જ નીકળશે.