પ્લાસ્ટિક-PVC આધાર કાર્ડને લઇ UIDAIએ શું કહ્યું, જાણો વિગત
UIDAIના જણાવ્યા મુજબ, દુકાનોમાં ગેરકાયદેસર રીતે થતાં પ્રિન્ટિંગના કારણે QRકોડ ઘણીવાર નિષ્ક્રિય બની જાય છે. આ રીતે પ્લાસ્ટિકના કાર્ડ બનાવવાથી કાર્ડ હોલ્ડરની ડીટેલ ચોરાઇ જવાની શક્યતા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુઆઈડીએઆઈના કહેવા મુજબ આધાર સ્માર્ટ કાર્ડ બિલકુલ બિનજરૂરી અને નકામા છે. કારણ કે આ રીતે પ્રિન્ટ થયેલા QR કોડ ઘણીવાર નિષ્ક્રિય બની જાય છે. આધાર કાર્ડ્સના પ્રિન્ટિંગ માટે 50 રૂપિયાથી લઇ 300 રૂપિયા સુધીનો ખર્ચ લોકો કરતા હોય છે, જે બિનજરૂરી છે. યુઆઈડીએઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, આધાર કાર્ડ અથવા સામાન્ય કાગળ પર પ્રિન્ટેડ કે mAadhaar તમામ પ્રકારના ઉપયોગ માટે સંપૂર્ણ રીતે માન્ય છે.
નવી દિલ્હીઃ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ મંગળવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે નાગરિકોએ પ્લાસ્ટિક કે PVCના આધાર સ્માર્ટકાર્ડથી દૂર રહેવું જોઇએ. UIDAIના જણાવ્યા અનુસાર, આધારના પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરતા હો તો સાવધાન રહો. આમ કરવાથી તમારા આધારનો ક્યૂઆર કોડ કામ કરવાનું બંધ કરી શકે છે અથવા તમારી અંગત માહિતી ચોરી થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -